કાર્યવાહી@કચ્છ: વેપારીની પુત્રીનું અપહરણ કરી 10 કરોડની ખંડણી માંગી, 4 ઇસમ ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કચ્છનાં અંજારમાં વેપારીની પુત્રીનુ અપહરણ કરી 10 કરોડની ખંડણી માંગવાના કેસમાં અંજાર પોલિસે બે મહિના બાદ ગુન્હાનો ભેદ ઉકેલી નાંખ્યો છે પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ પણ કરી છે.અંજારના યુવતી અપહરણ કેસમાં વેપારીની ફરીયાદ બાદ તેની પુત્રી ભુજ નજીકથી મળી આવી હતી,પોલિસે સાથે મળી અપહરણકારો પર દબાણ ઉભુ કરતા વેપારીની
 
કાર્યવાહી@કચ્છ: વેપારીની પુત્રીનું અપહરણ કરી 10 કરોડની ખંડણી માંગી, 4 ઇસમ ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કચ્છનાં અંજારમાં વેપારીની પુત્રીનુ અપહરણ કરી 10 કરોડની ખંડણી માંગવાના કેસમાં અંજાર પોલિસે બે મહિના બાદ ગુન્હાનો ભેદ ઉકેલી નાંખ્યો છે પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ પણ કરી છે.અંજારના યુવતી અપહરણ કેસમાં વેપારીની ફરીયાદ બાદ તેની પુત્રી ભુજ નજીકથી મળી આવી હતી,પોલિસે સાથે મળી અપહરણકારો પર દબાણ ઉભુ કરતા વેપારીની પુત્રી સહીસલમત મળી આવી હતી. હવે આ ધટનામાં વેપારીની પુત્રીનુ અપહરણ કરનાર 4 શખ્સો બે કાર સાથે અંજાર પોલિસના હાથે ઝડપાઇ ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગત 15 જાન્યુઆરીના બનેલા દિકરીના અપહરણ પહેલા આરોપીઓએ તેની રેકી કરી હતી અને વેપારીની પુત્રી ક્યારે ટ્યુશન જાય છે. ક્યા રસ્તે જાય છે. તેની વોચ ગોઠવી હતી. જો કે વેપારીને 10 કરોડની ખંડણી માટે ફોન આવ્યા બાદ પોલીસે ચારેબાજુ તપાસ તેજ કરતા અપહત વેપારી પુત્રીને છોડી આરોપીઓ નાશી ગયા હતા. જો કે તપાસ દરમ્યાન કેટલાક શંકાસ્પદ નામો સામે આવતા પોલિસે પુછપરછ શરૂ કરી હતી. જેમાં હિતેશ ઉર્ફે રાજ કાતરીયા કે જે ફિલ્મ માર્કેટીંગ કામ સાથે સંકડાયેલો છે તે રવજી ઉર્ફે રવી ખીમજી સોરઠીયા, વિકાસ દયારામ કાતરીયા તથા હસમુખ બાબુ માળીની સંડોવણી બહાર આવતા તેની અંજાર પોલિસે ધરપકડ કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અપહરણ માટે આ લોકોએ એક મહિના પહેલાથી રેકી કરી હોવાનુ પણ તપાસમા ખુલ્યુ છે જ્યારે ભુજમા થયેલી એક લુંટમા પણ ઝડપાયેલા પૈકી 3 આરોપીની સંડોવણી ખુલી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત વિવિધ ટુકડીઓ આ અપહરણના કેસમાં કામે લાગેલી હતી. જો કે અંજાર પોલીસે 2 મહિના જુના અપહરણ તથા 10 કરોડની ખંડણીના કેસમાં ગુન્હાનો ભેદ ઉકેલવા સાથે 4 શખ્સોની ધરપકડ કરી ભુજની લુંટનો ભેદ પણ ઉકેલ્યો છે. ઝડપાયેલા શખ્સોએ પૈસાની જરૂરીયાત માટે આવી અન્ય કોઇ ઘટનાને અંજામ આપ્યો છે કે નહી તેની પણ તપાસ શરૂ કરી છે.