કાર્યવાહી@લીંબડી: નારિયેળની આડમાં લઇ જવાતો 26 લાખથી વધુનો દારૂ ઝડપાયો

અટલ સમાચાર, સુરેન્દ્રનગર લીંબડીમાં નેશનલ હાઈવે ઉપર વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો હોવાથી ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. નારિયેળની આડમાં વિદેશી દારૂ ભરેલો ટ્રક લીંબડી પહોંચે તે પહેલા એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 36.48 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે લીંબડી પેટાચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે લીંમડી હાઈવે ઉપરથી
 
કાર્યવાહી@લીંબડી: નારિયેળની આડમાં લઇ જવાતો 26 લાખથી વધુનો દારૂ ઝડપાયો

અટલ સમાચાર, સુરેન્દ્રનગર

લીંબડીમાં નેશનલ હાઈવે ઉપર વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો હોવાથી ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. નારિયેળની આડમાં વિદેશી દારૂ ભરેલો ટ્રક લીંબડી પહોંચે તે પહેલા એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 36.48 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે લીંબડી પેટાચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે લીંમડી હાઈવે ઉપરથી આટલી મોટી માત્રામાં દારૂ પકડાતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે પરથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાતાં ચકચાર મચી ગઇ છે. પેટાચૂંટણીને લઇ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે ઉપર ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગમાં બહારના રાજ્યના વાહનો કવરિંગ રીને દારૂની હેરાફેર કરતા હોવાથી આવા વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હતું. ચેકિંગ દરમિયાન એક ટ્રક નંબર જી.જે.-15-ઝેડ- 0494માં સૂકા નાળિયેરના કોથળાના કવરિંગમાં ગેરકાયદેસર પાસ પરમિટ વગર પરપ્રાંતિય ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ 750 મિલિની કાચની કંપની સિલબંધ બોટલો જપ્ત કરી હતી.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસે ટ્રકમાંથી કુલ 26.46 લાખની વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી. આ ઉપરાંત 10 લાખ રૂપિયાની કિંમતના ટ્રક સહિત કુલ 36.48 લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. જોકે ચેકિંગ દરમ્યાન આરોપીઓ ટ્રક મૂકીને સ્થળ ઉપરથી ફરાર થયો હતો. આ અંગે તમામ વિરુદ્ધ પાણશિલા પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને દબોચી લીધા હતા.