કાર્યવાહી@માલપુર: ગાડીમાંથી 1.39 લાખના દારૂ સાથે બુટલેગરની અટકાયત

અટલ સમાચાર,માલપુર માલપુર પોલીસે વિદેશી દારૂનો વેપલો કરનાર શખ્શના ઘરે દરોડો પાડી ક્વૉલિસ ગાડીમાંથી 1.39 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ચંદ્રપાલસિંહ ઉર્ફે દીપકસિંહ યશવંત સિંહ ચૌહાણ નામના બુટલેગરને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. મહત્વનું છે કે, બાયડ-માલપુર વિધાનસભા પેટા ચૂંટણી અને નવરાત્રી પર્વમાં વિદેશી દારૂની ખપતને પુરી પાડવા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ જીલ્લામાં સ્થાનિક
 
કાર્યવાહી@માલપુર: ગાડીમાંથી 1.39 લાખના દારૂ સાથે બુટલેગરની અટકાયત

અટલ સમાચાર,માલપુર

માલપુર પોલીસે વિદેશી દારૂનો વેપલો કરનાર શખ્શના ઘરે દરોડો પાડી ક્વૉલિસ ગાડીમાંથી 1.39 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ચંદ્રપાલસિંહ ઉર્ફે દીપકસિંહ યશવંત સિંહ ચૌહાણ નામના બુટલેગરને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. મહત્વનું છે કે, બાયડ-માલપુર વિધાનસભા પેટા ચૂંટણી અને નવરાત્રી પર્વમાં વિદેશી દારૂની ખપતને પુરી પાડવા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ જીલ્લામાં સ્થાનિક બુટલેગરોના અડ્ડા પર ઠાલવી રહ્યા છે.

કાર્યવાહી@માલપુર: ગાડીમાંથી 1.39 લાખના દારૂ સાથે બુટલેગરની અટકાયત
Advertise

અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના ઉભરાણ ગામેથી બુટલેગરના ઘરેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરે ઝડપી લીધો છે. માલપુર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીએસઆઈ કે.એસ.સિસોદિયાએ બાતમીના મળી હતી કે, માલપુર તાલુકાના બુટીયા ગામનો અને ઉભારણ ગામમાં રહેતો ચંદ્રપાલસિંહ ઉર્ફે દીપકસિંહ યશવંત સિંહ ચૌહાણ નામનો શખ્શ છેલ્લા કેટલાક સમયથી ઘરમાંજ વિદેશી દારૂનો ઠેકો ખોલી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો ધંધો ચાલવી રહ્યો છે.

કાર્યવાહી@માલપુર: ગાડીમાંથી 1.39 લાખના દારૂ સાથે બુટલેગરની અટકાયત

માલપુર પોલીસે ઉભરાણ ગામે ચંદ્રપાલ સિંહના ઘરે રેડ કરી વિદેશી દારૂના જથ્થાની શોધખોળ હાથધરી હતી બુટલેગરના ઘર આગળ પડેલી ક્વાલીસ ગાડીમાંથી વિદેશી દારૂ-બિયરની બોટલ, ટીન નંગ-600 કિં.રૂ.1,39,200નો જથ્થો જપ્ત કરી ક્વોલિસ ગાડી સહીત કુલ.રૂ.3,89,200નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દઈ ચંદ્રપાલસિંહ ઉર્ફે દીપકસિંહ યશવંત સિંહ ચૌહાણ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.