કાર્યવાહી@માલપુર: LCBએ 2 બાઇક સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, 2 ઇસમો ફરાર

અટલ સમાચાર, મોડાસા દિવાળીના તહેવારો બાદ માલપુર પંથકમાંથી LCBએ બાતમી આધારે રેઇડ કરી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. અરવલ્લી LCBની ટીમ જીલ્લા પ્રોહીબિશનની કાર્યવાહી લગત પેટ્રોલિંગમાં હતી. આ તરફ PIને મળેલ ચોક્કસ બાતમી આધારે રેઇડ કરતાં બે ઇસમો બાઇક લઇને ઉભા હતા. જોકે ટીમ પહોંચે તે પહેલા બે ઇસમો ફરાર થઇ જતાં વિદેશી દારૂ ઝડપી
 
કાર્યવાહી@માલપુર: LCBએ 2 બાઇક સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, 2 ઇસમો ફરાર

અટલ સમાચાર, મોડાસા

દિવાળીના તહેવારો બાદ માલપુર પંથકમાંથી LCBએ બાતમી આધારે રેઇડ કરી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. અરવલ્લી LCBની ટીમ જીલ્લા પ્રોહીબિશનની કાર્યવાહી લગત પેટ્રોલિંગમાં હતી. આ તરફ PIને મળેલ ચોક્કસ બાતમી આધારે રેઇડ કરતાં બે ઇસમો બાઇક લઇને ઉભા હતા. જોકે ટીમ પહોંચે તે પહેલા બે ઇસમો ફરાર થઇ જતાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે પ્રોહીબિશન અંગે કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI આર.કે.પરમાર, ASI સરદારસિંહ, અ.હે.કો. ઇમરાનખાન, આ.હે.કો. કેતનકુમાર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ તરફ LCB PI ને જીતપુર તા.માલપુર મુકામે અંધારીવાડ તથા જીતપુર ગામની વચ્ચે વાંધામાં બે મોટર સાયકલો સાથે બે ઇસમો દારૂ ભરીને ઉભા હોવાથી બાતમી મળી હતી.

આ દરમ્યાન ચોક્કસ બાતમી હોઇ PI સહિતની ટીમે તાત્કાલિક રેઇડ કરતાં બે ઇસમો સ્થળ પરથી ભાગી ગયા હતા. જેથી LCBની ટીમે બાઇક પરના કોથળામાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડનો દારૂ, બિયર અને ક્વાટરીયાં મળી કુલ નંગ- 547 કિ.રૂ.83,850, મોટર સાયકલો કિ.રૂ.40,000 મળી કુલ કિ.રૂ.1,23,850નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ તરફ ફરાર આરોપીઓ સામે માલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

ફરાર આરોપીના નામ

  1. કાંનાભાઇ વાઘાભાઇ માલીવાડ
  2. ભરત ઉર્ફે બોડીયો ભગાભાઇ માલીવાડા, બંને રહે. જીતપુર, તા. માલપુર