કાર્યવાહી@મેઘરજ: બાતમી આધારે 52 હજારના મુદ્દામાલ સાથે 7 જુગારીઓ ઝબ્બે

અટલ સમાચાર, મેઘરજ કોરોના મહામારી વચ્ચે મેઘરજ પોલીસે બાતમી આધારે રેઇડ કરી એકસાથે 7 જુગારીઓને ઝડપી પાડ્યા છે. મેઘરજ પોલીસના સ્ટાફને ટાઉન બીટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે, જૂનાબજાર વખારોમાં કેટલાક લોકો જાહેરમાં જુગાર રમે છે. જેને લઇ પોલીસે રેઇડ કરતાં રોકડ રકમ 30,290 સાથે કુલ કિ.રૂ.52,290ના મુદ્દામાલ સાથે 7 જુગારીઓ ઝડપાઇ ગયા
 
કાર્યવાહી@મેઘરજ: બાતમી આધારે 52 હજારના મુદ્દામાલ સાથે 7 જુગારીઓ ઝબ્બે

અટલ સમાચાર, મેઘરજ

કોરોના મહામારી વચ્ચે મેઘરજ પોલીસે બાતમી આધારે રેઇડ કરી એકસાથે 7 જુગારીઓને ઝડપી પાડ્યા છે. મેઘરજ પોલીસના સ્ટાફને ટાઉન બીટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે, જૂનાબજાર વખારોમાં કેટલાક લોકો જાહેરમાં જુગાર રમે છે. જેને લઇ પોલીસે રેઇડ કરતાં રોકડ રકમ 30,290 સાથે કુલ કિ.રૂ.52,290ના મુદ્દામાલ સાથે 7 જુગારીઓ ઝડપાઇ ગયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાની મેઘરજ પોલીસે ચોક્કસ બાતમી આધારે જુગારધામ પર રેડ કરી હતી. મેઘરજ પોલીસના પીએસઆઇ એન.એમ.સોલંકી સહિતનો સ્ટાફ ટાઉનમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન પોલીસે ચોક્કસ બાતમીને આધારે જૂનાવખારોની ખુલ્લી જગ્યામાં રેઇડ કરી જુગાર રમતાં 7 ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહીને લઇ પંથકના જુગારીઓમાં ફફડાટનું વાતાવરણ સર્જાયુ છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, મેઘરજ પોલીસે એકસાથે એકસાથે 7 જુગારીઓને ઝડપી પાડતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે કાર્યવાહી દરમ્યાન રોકડ રકમ રૂ. 30,290, મોબાઇલ નંગ-4 કિ.રૂ.22,000, કુલ કિ.રૂ.52,290નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ તરફ રેઇડ દરમ્યાન ફરાર થયેલા ત્રણ લોકોને પણ ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. મેઘરજ તાલુકા પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓના નામ

  1. ઇકબાલભાઇ અહેમદભાઇ મેઘરજીયા, રહે. મેઘરજ, જુની દેનાબેંક પાછળ
  2. મુસ્તુફાભાઇ ગુલામહુસેન ભાયલા, રહે. મેઘરજ, ઘાંચીવાડા મસ્જીદ પાસે
  3. ભીખાભાઇ ઉર્ફે બેરો અબ્દુલભાઇ બાકરોલીયા, રહે. મેઘરજ, ઘાંચીવાડા
  4. સલાઉદ્દીન ઇસાકભાઇ બાકરોલીયા, રહે. સાબરકાંઠા બેંક સામે, મેઘરજ
  5. ઇકબાલભાઇ મહમંદભાઇ ચડી, રહે. મેઘરજ, ઘાંચીવાડા
  6. મુસ્તુફાભાઇ મસ્તાન ગુલામભાઇ, રહે. જુના મસ્જીદ, મેઘરજ
  7. ફીરોઝભાઇ દાઉદભાઇ કુશ્કીવાલા, રહે. મેઘરજ, ઘાંચીવાડા

ફરાર આરોપીઓ

  1. મુસ્તુફા યુનીસભાઇ મેઘરજીયા, રહે. મેઘરજ
  2. સલાઉદ્દીન ગુલામહુસેન બાકરોલીયા, રહે.મેઘરજ
  3. મુસ્તુફા ઇસ્માઇલમીયા ડાયા, રહે. મેઘરજ