કાર્યવાહી@મેઘરજ: પેટ્રોલિંગમાં શંકાસ્પદ પીકઅપ ડાલું રોકતાં વિદેશી દારૂ ઝડપાયો, 4 ઇસમ ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, મેઘરજ કોરોના મહામારી વચ્ચે મેઘરજ પોલીસે દારૂ ભરેલુ પીકઅપ ડાલુ ઝડપી પાડ્યુ છે. ગઇકાલે સાંજના સમયે પોલીસ રાજસ્થાન તરફથી આવતા વાહન ચેંકિગ કરી રહી હતી. આ દરમ્યાન મહિન્દ્રાનું પીકઅપ ડાલું શંકાસ્પદ લાગતાં તેને રોકી તલાશી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે પીકઅપ ડાલાના પાછળના ભાગેથી 1,44,000નો દારૂ ઝડપી પાડ્યો હતો. આ
 
કાર્યવાહી@મેઘરજ: પેટ્રોલિંગમાં શંકાસ્પદ પીકઅપ ડાલું રોકતાં વિદેશી દારૂ ઝડપાયો, 4 ઇસમ ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, મેઘરજ

કોરોના મહામારી વચ્ચે મેઘરજ પોલીસે દારૂ ભરેલુ પીકઅપ ડાલુ ઝડપી પાડ્યુ છે. ગઇકાલે સાંજના સમયે પોલીસ રાજસ્થાન તરફથી આવતા વાહન ચેંકિગ કરી રહી હતી. આ દરમ્યાન મહિન્દ્રાનું પીકઅપ ડાલું શંકાસ્પદ લાગતાં તેને રોકી તલાશી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે પીકઅપ ડાલાના પાછળના ભાગેથી 1,44,000નો દારૂ ઝડપી પાડ્યો હતો. આ સાથે પોલીસે ચાર ઇસમોની અટકાયત કરી તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લા પોલીસવડાએ પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને મેઘરજ પોલીસ ઉન્ડવા ચેકપોસ્ટ પર સઘન ચેંકિગમાં હતી. તે દરમ્યાન રાજસ્થાનના સીમલવાડા તરફ બાજુથી સફેદ કલરના પીકઅપ ડાલુ ઉભુ રખાવી તેની તલાશી લેતા પીકઅપ ડાલામાંથી વિદેશી દારૂ ઝડપી પાડી આ સાથે 4 ઇસમોની ધરપકડ પણ કરી હતી.

કાર્યવાહી@મેઘરજ: પેટ્રોલિંગમાં શંકાસ્પદ પીકઅપ ડાલું રોકતાં વિદેશી દારૂ ઝડપાયો, 4 ઇસમ ઝબ્બે

સુત્રોના જણાવ્યું હતુ કે, કોરોનાકાળ વચ્ચે મેઘરજ પોલીસના ટીમે દારુ ઝડપી પાડતાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે પીકઅપ ડાલામાંથી વિદેશી દારૂના પેટીઓ નંગ-30 મળી કિ. રૂ 1,44,000નો દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે મોબાઇલ નંગ-2 કિ.રૂ 7000, રોકડ રકમ 1080 રૂ અને પીકઅપ ડાલાની કિ. રૂ 3,00,000 મળી કુલ 4,52,080નો મુદામાલ જપ્ત કર્યો છે. આ તરફ 4 લોકો સામે મેઘરજ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની કલમ 65(a),65(e),116-B, 98(2), 81 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.