કાર્યવાહી@મહેસાણા: કસ્બામાંથી ગાંજાના જથ્થા સાથે 2 ઇસમ ઝડપાયા, 1.27 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોના કહેર વચ્ચે મહેસાણા SOGએ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. SOGની ટીમ પેટ્રોલિંગમાં હોઇ મહેસાણા શહેરના કસ્બામાંથી 2 યુવકોને ગાંજાનો ગેરકાયદેસર વેપાર કરતાં ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ગાંજાનો જથ્થો અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે 3 ઇસમ સામે મહેસાણા શહેર એ
 
કાર્યવાહી@મહેસાણા: કસ્બામાંથી ગાંજાના જથ્થા સાથે 2 ઇસમ ઝડપાયા, 1.27 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોના કહેર વચ્ચે મહેસાણા SOGએ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. SOGની ટીમ પેટ્રોલિંગમાં હોઇ મહેસાણા શહેરના કસ્બામાંથી 2 યુવકોને ગાંજાનો ગેરકાયદેસર વેપાર કરતાં ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ગાંજાનો જથ્થો અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે 3 ઇસમ સામે મહેસાણા શહેર એ ડીવીઝન પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં એટીએસ ચાર્ટર લગત કામગીરી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને SOG PI એ.એમ.વાળા અને PSI અનિરૂધ્ધસિંહ રોઝ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે, પઠાણ તૌફીક અને પઠાણ સાજીદ પોતાના ઘરે ગેરકાયદેસર ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે. જેથી તાત્કાલિક સ્થળ પર પંચો સાથે રેઇડ કરી બંનેને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક પુછપરછમાં તેઓ આ જથ્થો સાણંદના સિકંદરભાઇ પાસેથી લાવ્યા હોવાનું ખુલ્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહેસાણા SOGએ ચોક્કસ બાતમી આધારે રેઇડ કરી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. કાર્યવાહી દરમ્યાન ઇસમો પાસેથી ગાંજાનો જથ્થો કિ.રૂ.21,000, રોકડ રકમ રૂ.1,01,245, ઇલેક્ટ્રીક કાંટો કિ.રૂ.200, મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂ. 5,000 મળી કુલ કિ.રૂ.1,27,445નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે કુલ 3 ઇસમો સામે મહેસાણા એ ડીવીઝન પોલીસ મથકે નાર્કોટીક્સ એક્ટની કલમ 8C, 20B, 29 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.