કાર્યવાહી@મહેસાણા: ઝેરોક્ષ મશીનથી નોટ છાપતાં આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોના મહામારી વચ્ચે મહેસાણા SOGએ નકલી નોટ કૌભાંડમાં છેક રાજકોટથી 3 ઇસમોની અટકાયત કર્યા બાદ કોર્ટે તેમના 3 દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. ગત દીવસોએ મહેસાણાની બેંકમાં બે અલગ-અલગ ખાતાધારકો દ્રારા પૈસા જમા કરાવતાં તેમાં 200ના દરની રૂ.20,000ની ડુપ્લીકેટ ચલણી નોટો હોવાનું સામે આવ્યુ હતુ. જે બાદમાં બેંકના મેનેજરે અજાણ્યાં
 
કાર્યવાહી@મહેસાણા: ઝેરોક્ષ મશીનથી નોટ છાપતાં આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) 

કોરોના મહામારી વચ્ચે મહેસાણા SOGએ નકલી નોટ કૌભાંડમાં છેક રાજકોટથી 3 ઇસમોની અટકાયત કર્યા બાદ કોર્ટે તેમના 3 દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. ગત દીવસોએ મહેસાણાની બેંકમાં બે અલગ-અલગ ખાતાધારકો દ્રારા પૈસા જમા કરાવતાં તેમાં 200ના દરની રૂ.20,000ની ડુપ્લીકેટ ચલણી નોટો હોવાનું સામે આવ્યુ હતુ. જે બાદમાં બેંકના મેનેજરે અજાણ્યાં ઇસમો સામે મહેસાણા બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. આ તરફ મહેસાણા SOGની ટીમે ઝીણવટભરી તપાસ કરી ઝેરોક્ષ મશીનથી નોટ છાપતાં 3 ઇસમોને છેક રાજકોટથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલે નકલી નોટ કૌભાંડની તપાસ SOGને સોંપી હતી. જેને લઇ SOG PI ડી.ડી.સોઢા, PSI એ.એમ.વાળા, બી.બી.ડાભાણી, મહેસાણા શહેર બી ડીવીઝન PSI એસ.બી.ધાસુરા, ASI ચેતનકુમાર, ડાહ્યાભાઇ, PCજવાનસિ઼હ, નરેન્દ્રસિંહ, અબ્દુલગફાર, ધીરૂભાઇ સહિતનો સ્ટાફ તપાસમાં હતો. મહેસાણાની HDFC બેંકમાં 200ના દરની 100 નકલી નોટો મળી આવતાં બેચરાજીના વ્યક્તિનું નામ ખુલ્યું હતુ. આ તરફ SOGએ બેચરાજીના વ્યક્તિને પુછતાં રાજકોટના ઇસમનું નામ સામે આવતાં ટીમ રાજકોટ પહોંચી હતી.

કાર્યવાહી@મહેસાણા: ઝેરોક્ષ મશીનથી નોટ છાપતાં આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર

સૂત્રોએ જણાવ્યું હતુ કે, SOGની ટીમે રાજકોટમાં રેઇડ કરીને 200ની નોટો સ્કેન કરીને પ્રિન્ટ કરી નકલી નોટો બજારમાં ઘુસાડનાર 3 ઇસમોની અટકાયત કરી છે. આ સાથે આરોપીઓ સામે નોંધાયેલી ફરીયાદમાં આઇપીસીની કલમ 489(D), E, 120-B, 201નો ઉમેરો કરવામાં આવ્યો છે. આ સાથે આરોપીઓને કોર્ટમાં રજુ કરતાં તેમના 3 દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે.

ઝડપાયેલા ઇસમોના નામ

  • કારીયા(લુવાણા-ઠક્કર) દિપકભાઇ શાંતિલાલ, રહે.પુનિત સોસાયટી, નવદુર્ગા રોડ, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ
  • ખીલોસીયા(લુવાણા-ઠક્કર) સાગરભાઇ સુરેશભાઇ, રહે. સદગુરૂ કોમ્પલેક્ષ, નાણાવટી ચોક, દોઢસો ફૂટ રીંગરોડ, રાજકોટ
  • શેખ(કોળી-તળપદા) મગનભાઇ ગોપાભાઇ, રહે.ખોડીયારપરા, છાસીયા, તા.વિંછીયા, જી.રાજકોટ

કેવી રીતે બહાર આવ્યું નકલી નોટનું કૌભાંડ ?

મહેસાણાના રાજકમલ પેટ્રોલપંપની પાસે આવેલ HDFC બેંકમાં હેમંત પંડ્યા મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત તા.30-11-2020ના રોજ કેશિયર કિંજલબેન પ્રજાપતિએ તેમને કહેલ કે, પેરેડાઇઝ ટ્રેડલાઇન એલ.એલ.પી. અમદાવાદના ખાતામાં નરેન્દ્રભાઇ ચૌધરી પાંચ લાખ જમા કરાવવા આવ્યા છે. જોકે તે રૂપિયામાં રૂપિયા 200ના દરની નોટ નંગ-49 રૂ.9,800 નકલી(ડુપ્લીકેટ) છે. જેથી મેનેજરે નકલી નોટો ડ્રોઅરમાં મુકી અને બાકીના જમા લેવા સુચના આપેલ છે. દરમ્યાન થોડીવાર પછી કિંજલબેન પ્રજાપતિ ફરીથી મેનેજરની ઓફીસમાં જઇ કહેલ કે, મહાકાલી ટ્રેડીંગ કંપની મહેસાણાના કરંટ એકાઉન્ટમાં કેશવલાલ બેચરદાસ પટેલ એક લાખ એંશી હજાર જમા કરાવવા આવ્યા છે. જેમાં રૂપિયા 200ના દરની નોટ નંગ-51, કિ.રૂ.10,200 નકલી(ડુપ્લિકેટ) છે. જેથી આ નોટોને અલગમાં રાખી નરેન્દ્રભાઇ ચૌધરી અને કેશવલાલ પટેલની પુછપરછ કરી હતી. જેમાં તેમને આ નોટો પારસ પ્રોવીઝન સ્ટોર્સ, બેચરાજીના પટેલ બાબુભાઇ કરશનદાસે મોકલી આપેલ હોવાનું જણાવ્યું હતુ. સમગ્ર મામલે બેંક મેનેજરે અજાણ્યાં ઇસમો સામે નકલી નોટો છાપી, ચલણી નોટો બનાવટી હોવાનું જાણવા છતાં ખરા તરીકે નકલી નોટોનો ઉપયોગ કરી બેંકના ખાતાધારકને આપી લેવડ-દેવડ કરી ગુનો આચર્યો હોવાની ફરીયાદ નોંધાવી હતી.. મહેસાણા બી ડીવીઝન પોલીસે અજાણ્યાં ઇસમો સામે આઇપીસીની કલમ 489A, 479B મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.