કાર્યવાહી@મહેસાણા: અસામાજીક પ્રવૃત્તિ કરતાં 6 ઇસમોને પાસા હેઠળ જેલમાં મોકલાયાં

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) મહેસાણા જીલ્લા પોલીસ દ્રારા અસામાજીક પ્રવૃત્તિ કરતાં ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 6 આરોપીઓની અટકાયત કરી અલગ-અલગ જેલોમાં મોકલી આપ્યા છે. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ સહિતની ટીમે આ કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો પોલીસ મહાનિરિક્ષક અભય
 
કાર્યવાહી@મહેસાણા: અસામાજીક પ્રવૃત્તિ કરતાં 6 ઇસમોને પાસા હેઠળ જેલમાં મોકલાયાં

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

મહેસાણા જીલ્લા પોલીસ દ્રારા અસામાજીક પ્રવૃત્તિ કરતાં ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 6 આરોપીઓની અટકાયત કરી અલગ-અલગ જેલોમાં મોકલી આપ્યા છે. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ સહિતની ટીમે આ કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પોલીસ મહાનિરિક્ષક અભય ચુડાસમા અને મહેસાણા જીલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં અલગ-અલગ ગુનાઓ આચરી અસમાજીક પ્રવૃત્તિ કરનાર ઇસમો સામે પગલાં લેવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI બી.એચ.રાઠોડ, PSI વાય.કે.ઝાલા, એ.કે.વાઘેલા, એસ.બી.ઝાલા (પેરોલ ફર્લો), ASI ઇશ્વરભાઇ, સુરેશકુમાર, PC વિષ્ણુભાઇ, પ્રકાશકુમાર સહિતની ટીમે કાર્યવાહી કરી અલગ-અલગ ગુનાઓમાં આરોપીઓની અટકાયત કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, LCB PIએ આ ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત કરી મોકલી આપી હતી. આ તરફ જીલ્લા મેજીસ્ટ્રેટે પાસા વોરંટ ઇશ્યું કરતાં તમામ ઇસમોની અટકાયત કરી અલગ-અલગ જેલમાં મોકલી દેવાયા છે. જેમાં પ્રોહિબિશન હેઠળના આરોપીને મધ્યસ્થ જેલ-વડોદરા, મિલ્કત વિરૂધ્ધના ગુનાના આરોપીઓને મધ્યસ્થ જેલ, સુરત-વડોદરા-અમદાવાદ અને ખાસજેલ ભુજ અને ખનીજ રોયલ્ટીના કર્મચારીઓ સાથે મારામારી કેસના આરોપીને મધ્યસ્થ જેલ વડોદરા મોકલાયો છે.

ક્યાં આરોપીને ક્યાં મોકલાયાં ?

  • પ્રોહિબિશન હેઠળ
  1. પટેલ નરેશભાઇ માધવલાલ, રહે.ગ્રીનપાર્ક સોસાયટી, મહેસાણા- મધ્યસ્થ જેલ, વડોદરા
  • મિલ્કત વિરૂધ્ધના ગુના (વિજવાયર ચોરી)
  1. ઠાકોર અમરતજી ઉર્ફે અંબાલાલ બળદેવજી, રહે.ચલુવા, તા.જી.મહેસાણા- મધ્યસ્થ જેલ, સુરત
  2. ઠાકોર બળદેવજી ઉર્ફે ભુટ્ટો ચેલાજી, રહે.જેતલપુર, તા.જી.મહેસાણા- મધ્યસ્થ જેલ, વડોદરા
  3. ગુર્જર(વાલ્મિકી) સંજય ઉર્ફે લાલો ત્રિભોવનભાઇ, રહે.આખજ, તા.જી.મહેસાણા- ખાસ જેલ ભુજ
  4. ઠાકોર ભેમાજી અમરાજી, રહે.જેતલપુર, તા.જી.મહેસાણા- મધ્યસ્થ જેલ, અમદાવાદ
  • ખનીજ (રેતી) રોયલ્ટી કર્મચારીઓ સાથે મારામારી કરી અડચણ કરતાં
  1. અમીન પ્રતિકકુમાર જયંતિભાઇ, રહે.પાટણ (ક્રિષ્ણા બિલ્ડીંગ)- મધ્યસ્થ જેલ વડોદરા