કાર્યવાહી@મહેસાણા: પોક્સો અને અપહરણના ગુનામાં દોઢેક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોનાકાળ વચ્ચે મહેસાણા SOG અને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે મોટી કાર્યવાહી કરી છે. છેલ્લાં દોઢેક વર્ષથી નાસતાં ફરતાં પોક્સો અને અપહરણના ગુન્હાના આરોપી અને ભોગ બનનાર મહિલાને શોધી કાઢ્યા છે. SOG અને A.H.T.Uની ટીમે ચોક્કસ બાતમી આધારે મહેસાણા શહેરમાંથી આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અટલ
 
કાર્યવાહી@મહેસાણા: પોક્સો અને અપહરણના ગુનામાં દોઢેક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

કોરોનાકાળ વચ્ચે મહેસાણા SOG અને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે મોટી કાર્યવાહી કરી છે. છેલ્લાં દોઢેક વર્ષથી નાસતાં ફરતાં પોક્સો અને અપહરણના ગુન્હાના આરોપી અને ભોગ બનનાર મહિલાને શોધી કાઢ્યા છે. SOG અને A.H.T.Uની ટીમે ચોક્કસ બાતમી આધારે મહેસાણા શહેરમાંથી આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

DGP ગુજરાતની 0થી 18 વર્ષિય સુધીના ગુમ થનાર-ભોગ બનનાર કિશોર-કિશોરીઓને શોધી કાઢવા અંગેની તા.06/01/2021 થી 20/01/2021 સુધીની ડ્રાઇવ ચાલુ હતી. જેને લઇ રેન્જ IG અભય ચુડાસમાના માર્ગદર્શન હેઠળ મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ છે. જે અનુસંધાને SOG PI ડી.ડી.સોઢાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ SOG પોલીસ સ્ટાફ અને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના માણસોની ટીમો બનાવાઇ હતી. જેમાં SOG PI ડી.ડી.સોઢા, PSI એ.એમ.વાળા, બી.બી.ડાભાણી અને A.H.T.Uના ASI કૃષ્ણકાન્ત સહિતના સ્ટાફની ટીમે તપાસ શરૂ કરી હતી.

આ દરમ્યાન લાંઘણજ પોલીસના ફ.ગુ.ર.નં.63/2019 ઇપીકો 363, 366, 376 પોક્સો એક્ટ 12 મુજબના ગુન્હાના કામનો આરોપી નાસતો ફરતો હતો. જેથી SOG અને A.H.T.Uની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોથી માહિતી મેળવી હતી. જે બાદમાં આરોપી વાઘેલા હીતેન્દ્ર ઉર્ફે સચિન ઉર્ફે રાજવીર અને ભોગ બનનાર મહિલાને મહેસાણાની સોમનાથ ચોકડી નજીકથી ગઇકાલે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીનું નામ:

વાઘેલા હિતેન્દ્રકુમાર ઉર્ફે સચિન ઉર્ફે રાજવીર પ્રહલાદભાઇ ઉર્ફે કાળાભાઇ, રહે.સાંપાવાડા, વાલ્મિકી વાસ, તા.બેચરાજી, હાલ રહે.227, ગુજરાત હાઉસિંગ બોર્ડ, બે માળીયા, સોમનાથ મંદીર રોડ, તા.જી.મહેસાણા