કાર્યવાહી@મહેસાણા: મોડીરાત્રે જુગારધામમાં રેડ, 8 ઇસમો રંગેહાથ ઝડપાયા

અટલ સમાચાર, મહેસાણા કોરોના મહામારી વચ્ચે ઉનાવા પોલીસે ખેતરમાં જુગારના અજવાળે જુગાર રમતા 8 લોકોની અટકાયત કરી છે. જેમાં અન્ય એક વ્યક્તિ ફરાર થઇ જતાં 9 લોકો સામે ગુનો નોંધ્યો છે. બાતમી આધારે પોલીસે મોડીરાત્રે રેડ કરી રોકડ રકમ 24,900 અને 11 મોબાઇલ ફોન કબજે કર્યા હતા. પોલીસે કાર્યવાહી દરમ્યાન કુલ 1,17,900નો મુદ્દામાલ કબજે કરી
 
કાર્યવાહી@મહેસાણા: મોડીરાત્રે જુગારધામમાં રેડ, 8 ઇસમો રંગેહાથ ઝડપાયા

અટલ સમાચાર, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે ઉનાવા પોલીસે ખેતરમાં જુગારના અજવાળે જુગાર રમતા 8 લોકોની અટકાયત કરી છે. જેમાં અન્ય એક વ્યક્તિ ફરાર થઇ જતાં 9 લોકો સામે ગુનો નોંધ્યો છે. બાતમી આધારે પોલીસે મોડીરાત્રે રેડ કરી રોકડ રકમ 24,900 અને 11 મોબાઇલ ફોન કબજે કર્યા હતા. પોલીસે કાર્યવાહી દરમ્યાન કુલ 1,17,900નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લા પોલીસવડાની સુચનાથી ઉનાવા પોલીસ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન હેડ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે, ઉનાવા ગામની સુરપુરા રોડ પરના ઓટામાં ચૌધરી વાલજીભાઇ ભીખાભાઇના ખેતરમાં ઓરડીની આગળ ખુલ્લી જગ્યામાં જુગાર રમાય છે. જેથી પોલીસે પંચો સહિત સ્ટાફ સાથે રેડ કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસે કાર્યવાહી દરમ્યાન 8 લોકોની અટકાયત કરી હતી. જોકે અન્ય 1 આરોપી ભાગી છુટવામાં સફઇ રહ્યા હતા. પોલીસે રોકડ રકમ.24,900 મોબાઇલ ફોન નંગ-11 રૂ.43,000, 3 વાહનો રૂ. 50,000 મળી કુલ 1,17,900ના મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસે જુગારના આરોપીઓ સામે જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12, આઇપીસીની કલમ 188 અને મહામારી અધિનિયમ 1897ની કલમ 3 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ રહ્યા જુગારીઓના નામ

  1. વાલજીભાઇ ભીખાભાઇ દેવજીભાઇ ચૌધરી, રહે. ઉનાવા
  2. રાકેશકુમાર અમૃતલાલ નરોત્તમદાસ લીંબાચિયા, રહે. સ્નેહભાવ બંગ્લોઝ, માનવઆશ્રમ, મહેસાણા
  3. પ્રવિણભાઇ કાનજીભાઇ વાહજીભાઇ ચૌધરી, રહે. ગુંજાળા, ગામ: ગનજલા, તા. વિસનગર
  4. ફુલજીભાઇ રામસંગભઇ સવજીભાઇ ચૌધરી, રહે. ધિણોજ, તા.ચાણસ્મા, જી.મહેસાણા
  5. પ્રદિપકુમાર ઇશ્વરલાલ હરગોવનદાસ ભાવસાર, રહે. તીરૂપતિ હર્ષ રેસીડેન્સી, માનવઆશ્રમ, મહેસાણા
  6. સુનિલકુમાર ગુલાબભાઇ જાંગીમલ સિંધી, રહે. નરસિંહભુવન, અંબાજી પરાની બાજુમા, મહેસાણા
  7. રહિમમીયા રાધુમીયા યાકુબમીયા સિંધી, રહે. મોટીદાઉ, તા. મહેસાણા
  8. ઇસ્લામખાન ભીખનખાન નિજામખાન બહેલીમ, રહે. છઠીયારડા, તા. મહેસાણા
  9. રમેશભાઇ ભીખાભાઇ ચૌધરી, રહે. ઉનાવા (ફરાર આરોપી)