કાર્યવાહી@મહેસાણા: કૈયલ ડીઝલ ચોરી કેસમાં LCBને સફળતા, ત્રણની અટકાયત કરાઈ

અટલ સમાચાર,મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) મહેસાણા પોલીસ અધિક્ષકે ઓએનજીસી વેલ ઉપર બનતા ઓઇલ અને ડીઝલ ચોરીના ગુનાઓ રોકવા તથા અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા સૂચના આપેલ હતી. જે અનુસંધાને એસ.એસ.નિનામા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.મહેસાણા એ આર.જી.ચૌધરી પો.સબ.ઇન્સ. એલ.સી.બી.મહેસાણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. આ દરમ્યાન બાતમી મળેલ કે ગત દિવસોએ કૈયલમાં થયેલ ડીઝલ ચોરીના આરોપીઓ ગણેશપુરા પાટિયા પાસે ઉભા
 
કાર્યવાહી@મહેસાણા: કૈયલ ડીઝલ ચોરી કેસમાં LCBને સફળતા, ત્રણની અટકાયત કરાઈ

અટલ સમાચાર,મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

મહેસાણા પોલીસ અધિક્ષકે ઓએનજીસી વેલ ઉપર બનતા ઓઇલ અને ડીઝલ ચોરીના ગુનાઓ રોકવા તથા અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા સૂચના આપેલ હતી. જે અનુસંધાને એસ.એસ.નિનામા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.મહેસાણા એ આર.જી.ચૌધરી પો.સબ.ઇન્સ. એલ.સી.બી.મહેસાણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.

આ દરમ્યાન બાતમી મળેલ કે ગત દિવસોએ કૈયલમાં થયેલ ડીઝલ ચોરીના આરોપીઓ ગણેશપુરા પાટિયા પાસે ઉભા છે. જેને લઇ પોલીસે ઠાકોર વિક્રમજી ભીખાજી રહે. ખારા, માઢ વાસ , ઠાકોર દીલીપજી વીરસંગજી રહે.ખારા માઢ વાસ તા.જી.મહેસાણા અને ઇલીયાસ સુલેમાન કુરેશી રહે. મંડાલી કુરેશી વાસ વાળાઓને પકડી પાડી તેઓની સઘન પુછપરછ કરી હતી. આરોપીઓએ ગઇ તા.11/10/2019 ના રોજ રાત્રીના સમયે અન્ય આરોપીઓ સાથે કૈયલ ગામની સીમમાં આવેલ ઓએનજીસીની E-760-13 ડ્રીલીંગ રીંગ ઉપર તાર ફેનસીંગનુ કટીંગ કરી રીંગના કંમ્પાઉન્માં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ડીઝલની ટાંકીમાંથી પ્લાસ્ટીકના 30 કેરબાઓમાં એક કેરબામાં 25 લીટર લેખે કુલ 750 લીટર ડીઝલની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીઓએ કુલ 750 લિટર ડીઝલ એક લીટરના 60 રૂપિયા લેખે કુલ કિ.રૂ.45,000ની ડીઝલ ચોરી કરતા દરમ્યાન ફરજ ઉપરના એસ.આર.પી.જવાનો આવી જતાં આરોપીઓ ઉપરોકત ડીઝલ ભરેલ કેરબા તથા મોટર સાયકલ મુકી નાશી ગયા હતા. પકડાયેલ ઇસમો પૈકી ઠાકોર વિક્રમજી ભીખાજી તથા દિલીપજી વિરસંગજી નાઓ અગાઉ બે વખત ઓ.એન.જી.સી. વેલ ઉપર ઓઇલ ચોરીના કેશમાં પકડાયેલ તેમજ આરોપી ઇલીયાસ કુરેશી સાતેક વર્ષ પહેલાં ઓઇલ ચોરીમાં પકડાયેલ અને ત્રણેય પાસામાં પણ સજા કાપેલ છે.

આ ગુન્હાના આરોપીઓને અટકાયત કરી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ તથા અન્ય ડીઝલ/ઓઇલ ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા વધુ તપાસ હાથ ધરેલ છે.