કાર્યવાહી@મહેસાણા: મહારાષ્ટ્રના અપહરણ-લૂંટના 2 આરોપીઓને LCBએ દબોચ્યાં

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોના મહામારી વચ્ચે મહેસાણા LCBએ અપહરણ અને લૂંટના આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગત દિવસોએ આરોપીઓએ મુંબઇના થાણેમાં કન્ટેનરને રોકી ક્લિનર અને ડ્રાઇવરને માર મારી અપહરણ કરી અજ્ઞાત જગ્યાએ છોડી મુકી કન્ટેનરની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. જે બાદમાં સમગ્ર કેસમાં મહારાષ્ટ્ર ક્રાઇમ બ્રાન્ચ દ્રારા તપાસ કરતા આરોપીઓ મહેસાણા ખાતે
 
કાર્યવાહી@મહેસાણા: મહારાષ્ટ્રના અપહરણ-લૂંટના 2 આરોપીઓને LCBએ દબોચ્યાં

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) 

કોરોના મહામારી વચ્ચે મહેસાણા LCBએ અપહરણ અને લૂંટના આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગત દિવસોએ આરોપીઓએ મુંબઇના થાણેમાં કન્ટેનરને રોકી ક્લિનર અને ડ્રાઇવરને માર મારી અપહરણ કરી અજ્ઞાત જગ્યાએ છોડી મુકી કન્ટેનરની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. જે બાદમાં સમગ્ર કેસમાં મહારાષ્ટ્ર ક્રાઇમ બ્રાન્ચ દ્રારા તપાસ કરતા આરોપીઓ મહેસાણા ખાતે હોવાનું સામે આવ્યુ હતુ. જેથી મહેસાણા SPની સુચનાથી LCBએ 2 આરોપીઓને ઝડપી પાડી મહારાષ્ટ્ર ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે મહારાષ્ટ્રના થાણેના અપહરણ-લૂંટ કેસ મામલે મહારાષ્ટ્ર LCB સાથે સંપર્કમાં રહી મહેસાણા LCBને આરોપીઓને શોધી કાઢવા સુચના આપી હતી. જે આધારે મહેસાણા LCB P.I બી.એચ.રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ કન્ટેનર બાબતે મહેસાણા સીસીટીવી કમાન્ડ કંટ્રોલ રૂમના PSI સી.એચ.જોષીની ટીમે તપાસ કરી તેમજ LCB PSI વાય.કે.ઝાલાની ટીમે થાણે મહારાષ્ટ્ર ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફની મદદમાં રહી 2 આરોપી અને ટાયર ભરેલા કન્ટેન્ટર સહિત કુલ કિ.રૂ 18,98,980નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

કાર્યવાહી@મહેસાણા: મહારાષ્ટ્રના અપહરણ-લૂંટના 2 આરોપીઓને LCBએ દબોચ્યાં

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આ આરોપીઓએ ગત તા.14 ઓક્ટોબરના રોજ મુંબઇ-નાશિક હાઇવે રોડ ઉપર ઇન્ડીયન પેટ્રોલપંપની આગળ આર.સી.પાટીલ બંગલાની નજીક હાઇવે રોડ ઉપર કાળા કાચની ફોરવ્હીલ કારમાં ચાર અજાણ્યા ઇસમોએ આવી કન્ટેનરની આગળ કાર આડી કરી હતી. જે બાદમાં ડ્રાઇવર-ક્લિનરને માર મારી અપહરણ કરી અજ્ઞાત જગ્યાએ છોડી મુકી ટાયર ભરેલા કન્ટેનરની કુલ કિ.રૂ.25,72,686ની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. જે બાદમાં મહેસાણા LCBએ શહેરમાંથી 2 આરોપીઓને ઝડપી પાડી મહારાષ્ટ્ર LCBને સોંપ્યા છે.

ઝડપાયેલા આરોપીઓના નામ

  1. શેરખાન ઐજાજખાન પઠાણ 
  2. ગનીભાઇ અહમદભાઇ સૈયદ, બંને રહે. શિહોર, ભાવનગર