કાર્યવાહી@મહેસાણા: લૂંટના ગુનામાં નાસતાં ફરતાં આરોપીને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોનાકાળ વચ્ચે મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડે લૂંટના ગુનામાં એકાદ વર્ષથી નાસતાં ફરતાં આરોપીને ઝડપી પાડ્યો છે. પેરોલ ફર્લો સ્કોર્ડના હેડ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે, એકાદ નાસતો ફરતો લૂંટનો આરોપી પોતાના ઘરે વિસનગર આવ્યો છે. જેથી ટીમ દ્રારા તેના ઘરે પહોંચી તેની અટકાયત કરી વિસનગર પોલીસ સ્ટેશનમાં સ્ટે.ડા નોંધ કરાવી
 
કાર્યવાહી@મહેસાણા: લૂંટના ગુનામાં નાસતાં ફરતાં આરોપીને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

કોરોનાકાળ વચ્ચે મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડે લૂંટના ગુનામાં એકાદ વર્ષથી નાસતાં ફરતાં આરોપીને ઝડપી પાડ્યો છે. પેરોલ ફર્લો સ્કોર્ડના હેડ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે, એકાદ નાસતો ફરતો લૂંટનો આરોપી પોતાના ઘરે વિસનગર આવ્યો છે. જેથી ટીમ દ્રારા તેના ઘરે પહોંચી તેની અટકાયત કરી વિસનગર પોલીસ સ્ટેશનમાં સ્ટે.ડા નોંધ કરાવી કડી પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી કરવા મોકલી આપેલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલે પેરોલ-ફર્લો તથા વચગાળાના જામીન ઉપર ફરાર આરોપીઓને ઝડપી પાડવા કડક સુચના આપી હતી. જે સંદર્ભે LCB PI રાઠોડના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોર્ડના PSI એસ.બી.ઝાલા, ASI કીરીટભાઇ, HC હરેન્દ્રસિંહ, રાજેન્દ્રસિંહ, નાસીરબેગ, PC સંજયકુમાર, ડ્રા.હે.કો. કાંતીભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.

આ દરમ્યાન HC રાજેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, કડી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. 171/2019 IPCની કલમ 392, 342, 114 અને જી.એક્ટની કલમ 135 મુજબનો નાસતો ફરતો આરોપી તેના ઘરે વિસનગર આવ્યો છે. જેથી પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ચોક્કસ બાતમી આધારે વિસનગરથી આરોપી ઉમરશા સામતશા ફકીર રહે.વિસનગર, ગટીયાવાસની અટકાયત કરી હતી. આ સાથે વિસનગર પોલીસ સ્ટેશનમાં સ્ટે.ડા નોંધ કરાવી કડી પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી કરવા મોકલી આપવા કવાયત શરૂ કરી છે.