કાર્યવાહી@મહેસાણા: છેતરપિંડીના કેસમાં 11 વર્ષથી નાસતાં ફરતાં ઇસમને પેરોલ ફર્લો સ્કોર્ડે ઝડપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા તાલુકા પોલીસ મથકના છેતરપિંડીના કેસમાં છેલ્લા 11 વર્ષની નાસતાં ઇસમને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી પાડ્યો છે. મહેસાણા LCB PIના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, મહેસાણા તાલુકા પોલીસ મથકે નોંધાયેલા છેતરપિંડીના કેસમાં છેલ્લા 11 વર્ષથી નાસતો ફરતો ઇસમ હાલ
 
કાર્યવાહી@મહેસાણા: છેતરપિંડીના કેસમાં 11 વર્ષથી નાસતાં ફરતાં ઇસમને પેરોલ ફર્લો સ્કોર્ડે ઝડપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા તાલુકા પોલીસ મથકના છેતરપિંડીના કેસમાં છેલ્લા 11 વર્ષની નાસતાં ઇસમને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી પાડ્યો છે. મહેસાણા LCB PIના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, મહેસાણા તાલુકા પોલીસ મથકે નોંધાયેલા છેતરપિંડીના કેસમાં છેલ્લા 11 વર્ષથી નાસતો ફરતો ઇસમ હાલ સિધ્ધપુર કાકોશી ચોકડી પાસે કામ અર્થે ઉભો છે. જેથી પેરોલની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ઇસમને ઝડપી પાડી તાલુકા પોલીને સોંપવા કવાયત શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં નાસતાં-ફરતાં ઇસમોને ઝડપી લેવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI એ.એમ.વાળાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોર્ડના PSI એસ.બી.ઝાલાની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, મહેસાણા તાલુકા પોલીસના છેતરપિંડીના કેસમાં 11 વર્ષથી નાસતો ફરતો ઇસમ આબીદ અહેમદભાઇ નેદરીયા હાલ સિધ્ધપુર કાકોશી ચોકડી ઉભો છે. જેથી તાત્કાલિક ઇસમને હસ્તગત કરી કચેરીએ લાવી વેરીફાઇ કરી અટક કરી હતી. જે બાદમાં આરોપીને મહેસાણા તાલુકા પોલીસને સોંપવા કવાયત કરવામાં આવી છે.