કાર્યવાહી@મહેસાણા: 12 પાડાનું કતલ થાય તે પહેલાં જ પોલીસ ત્રાટકી, 1 ઇસમ ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા નંદાસણ પોલીસની ટીમે આજે સવારે રેઇડ કરી 12 પાડાને કતલ થાય તે પહેલાં જ બચાવી લીધા છે. ચોક્કસ બાતમી આધારે નંદાસણ પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે આરોપીના ઘેર તપાસ કરી એને ઝડપી પાડ્યો હતો. જે બાદમાં ઇસમને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી પશુઓ જીવીત પાડા-12નું કતલ થાય તે પહેલાં
 
કાર્યવાહી@મહેસાણા: 12 પાડાનું કતલ થાય તે પહેલાં જ પોલીસ ત્રાટકી, 1 ઇસમ ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

નંદાસણ પોલીસની ટીમે આજે સવારે રેઇડ કરી 12 પાડાને કતલ થાય તે પહેલાં જ બચાવી લીધા છે. ચોક્કસ બાતમી આધારે નંદાસણ પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે આરોપીના ઘેર તપાસ કરી એને ઝડપી પાડ્યો હતો. જે બાદમાં ઇસમને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી પશુઓ જીવીત પાડા-12નું કતલ થાય તે પહેલાં જ બચાવી લીધા હતા. જેને લઇ નંદાસણ પોલીસે ઇસમ સામે પશુઓ પ્રત્યે ઘાતકી વર્તન અટકાવવાના કાયદા હેઠળ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના કડી તાલુકાના નંદાસણ નજીક પોલીસે સવારે મોટી કાર્યવાહી કરી છે. નંદાસણ ઇ.PI આર.એન.પ્રસાદના માર્ગદર્શન હેઠળ ટીમે સાગર હોટલની પાછળ કૈયલ રોડ પર કાર્યવાહી કરી છે. જેમાં ચોક્કસ બાતમી આધારે આરોપી ઇસમ અલ્લાઉદ્દીન કાલેખાનને તેના ઘરેથી ઉઠાવી સાથે રાખી નંદાસણ ગામની સીમમાં ખરાબામાં પહોંચ્યા હતા. જ્યાં તપાસ કરતાં કાળા કલરના 12 જીવીત પાડા દોરડાથી ક્રુરતા પુર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા.

કાર્યવાહી@મહેસાણા: 12 પાડાનું કતલ થાય તે પહેલાં જ પોલીસ ત્રાટકી, 1 ઇસમ ઝબ્બે

સૂત્રોએ જણાવ્યું હતુ કે, નંદાસણ પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે ખરાબામાં રેઇડ કરી 12 પાડાનું કતલ થાય તે પહેલાં બચાવ્યાં છે. I.પી.આઇના માર્ગદર્શન હેઠળની ટીમને ચોક્કસ બાતમી મળી હોઇ પંચો સાથે રાખી વહેલી સવારે 11 વાગે કાર્યવાહી કરી હતી. આ તરફ પોલીસે પાડા જીવ નંગ-12 કિ.રૂ. 24,000ના કતલ થાય તે પહેલાં જ બચાવી લઇ ઇસમ સામે ફરીયાદ નોંધી છે. નંદાસણ પોલીસે આરોપી ઇસમ સામે પશુઓ પ્રત્યે ધાતીયપણું અટકાવવાનો અધિનિયમની કલમ 11(1)(f), 11(1)(h) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.