કાર્યવાહી@મહેસાણા: 47 પશુઓને કતલખાને મોકલાય તે પહેલાં જ રેઇડ, 5 વિરૂધ્ધ ગુનો દાખલ 

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોનાકાળ વચ્ચે મહેસાણા SOGની ટીમે લાંઘણજ પંથકમાંથી 47 પશુઓને કતલખાને લઇ જાય તે પહેલાં જ બતાવી લીધા છે. SOGની ટીમે ચોક્કસ બાતમી આધારે રેઇડ કરતાં ચાર ઇસમોન ઝડપી પાડ્યા હતા. આ સાથે તપાસ કરતાં 47 પશુઓ મરણતોલ હાલતમાં બાંધેલા હોઇ અને તેમની માટે પાણી કે ઘાસચારાની વ્યવસ્થા પણ
 
કાર્યવાહી@મહેસાણા: 47 પશુઓને કતલખાને મોકલાય તે પહેલાં જ રેઇડ, 5 વિરૂધ્ધ ગુનો દાખલ 

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) 

કોરોનાકાળ વચ્ચે મહેસાણા SOGની ટીમે લાંઘણજ પંથકમાંથી 47 પશુઓને કતલખાને લઇ જાય તે પહેલાં જ બતાવી લીધા છે. SOGની ટીમે ચોક્કસ બાતમી આધારે રેઇડ કરતાં ચાર ઇસમોન ઝડપી પાડ્યા હતા. આ સાથે તપાસ કરતાં 47 પશુઓ મરણતોલ હાલતમાં બાંધેલા હોઇ અને તેમની માટે પાણી કે ઘાસચારાની વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી. આ તરફ SOGએ પાંચેય સામે લાંઘણજ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલે કાયદો અને વ્યવસ્થા જાળવવા જરૂરી સુચનાઓ આપેલ છે. જે અનુસંધાને SOGના ઇન્ચાર્જ PI એ.એમ.વાળાના માર્ગદર્શન હેઠળ PSI બી.બી.ડાભાણી, ASI જહીરખાન, મનોહરસિંહ, ચેતનકુમાર સહિતનો સ્ટાફ લાંઘણજ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે, મંડાલી ગામની સીમમાં કતલખાને લઇ જવા માટે પશુઓને ખીચોખીચ હાલતમાં સંગ્રહ કરી રાખેલ છે. જેને લઇ SOG ટીમે તાત્કાલિક લાંઘણજ પોલીસને જાણ કરી સ્ટાફ બોલાવી સ્થળ પર રેઇડ કરતાં હાજર ઇસમોમાં દોડધામ મચી ગઇ હતી.

કાર્યવાહી@મહેસાણા: 47 પશુઓને કતલખાને મોકલાય તે પહેલાં જ રેઇડ, 5 વિરૂધ્ધ ગુનો દાખલ 

સૂત્રોએ જણાવ્યું હતુ કે, SOGની ટીમે રેઇડ કરતાં ભાગવાની કોશિષ કરતાં ચાર ઇસમો ઝડપાયા તો અન્ય એક ઇસમ ભાગી છુટ્યો હતો. આ તરફ તમામને ઝડપી પુછપરછ કરતાં ભાગેલા ઇસમનું નામ-સરનામું પુછી તમામ પાંચ ઇસમો સામે ગુનો નોંધાવ્યો છે. SOGની ટીમે સ્થળ પરથી કુલ પશુ જીવ નંગ-47, કિ.રૂ. 6,77,000ને બચાવ્યા હતા. આ સાથે ગુનામાં ઉપયોગમાં લેવામાં વાહનો નંગ-4, કિ.રૂ.8,50,000 મળી કુલ કિ.રૂ.15,27,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. SOGએ તમામ સામે લાંઘણજ પોલીસ મથકે આઇપીસી 114, પશુઓ પ્રત્યે કૃરતા પ્રતિબંધ અધિનિયમની કલમ 11(1)(a), 11(1)(d), 11(1)(e), 11(1)(h), 11(1)(k), પશુ સંરંક્ષણ અધિનિયમની કલમ 11(E)(L) અને સેન્ટ્રલ મોટર વ્હિકલ ઇલેવન્થ એમેડમેન્ટ અધિનિયમની કલમ 125(e) મુજબ ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ 

  1. ઇમરાનખાન ઉર્ફે મુન્નો એલમખાન પઠાણ
  2. સાહીલખાન મકબુલભાઇ પઠાણ
  3. સાહિલખાન જહાંગીખાન પઠાણ 
  4. ભાવેશભાઇ વીહાભાઇ રાવળ 
  5. ફીરોજખાન સાહિલખાન પઠાણ, તમામ રહે. મંડાલી, તા.જી.મહેસાણા