કાર્યવાહી@મહેસાણા: રસ્તામાં રોકી પુછપરછ કરી, 14 બાઇકોના ચોર નિકળ્યા

અટલ સમાચાર, મહેસાણા કોરોના મહામારી વચ્ચે મહેસાણા એસઓજી પોલીસે 14 ચોરીના બાઇક સાથે ત્રણ ઇસમોની અટકાયત કરી છે. પોલીસે બાતમી આધારે કડીની પીરોજપુરા કેનાલ પાસે વોચ ગોઠવી આરોપી આવતાં તેમને અટકાવી પુછપરછ કરી હતી. જેમાં તેમણે 20 બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે 14 બાઇક કબજે કરી 11 ગુનાઓ ડીટેક્ટ કરી મોટી કાર્યવાહી કરી
 
કાર્યવાહી@મહેસાણા: રસ્તામાં રોકી પુછપરછ કરી, 14 બાઇકોના ચોર નિકળ્યા

અટલ સમાચાર, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે મહેસાણા એસઓજી પોલીસે 14 ચોરીના બાઇક સાથે ત્રણ ઇસમોની અટકાયત કરી છે. પોલીસે બાતમી આધારે કડીની પીરોજપુરા કેનાલ પાસે વોચ ગોઠવી આરોપી આવતાં તેમને અટકાવી પુછપરછ કરી હતી. જેમાં તેમણે 20 બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે 14 બાઇક કબજે કરી 11 ગુનાઓ ડીટેક્ટ કરી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના કડીની પીરોજપુરા કેનાલ પાસેથી પોલીસે ચોરીના બાઇકો સાથે ચાર આરોપીઓની અટકાયત કરી છે. પોલીસને બાતમી મળી હતી કે, મેડા-આદરજ ગામ તરફથી ચાર શંકાસ્પદ ઇસમો મોટર સાઇકલ ઉપર કડી તરફ જનાર છે. જે આધારે પોલીસે કડીના પીરોજપુરા ગામના પાટીયા પાસે આવી વાહન ચેકીંગ કરતા હતા. આ દરમ્યાન ચાર ઇસમો બે મોટરસાઇકલ ઉપર આવતા તેમને થોભાવી પુછપરછ કરતા તેઓ ગલ્લાંતલ્લાં કરવા લાગ્યા હતા. જેથી પોલીસે મોટરસાયકલ ચોરી કે છળકપટ મેળવેલીનુ જાણી સીઆરપીસી ક.102 મુજબ કબજે કર્યા હતા.

કાર્યવાહી@મહેસાણા: રસ્તામાં રોકી પુછપરછ કરી, 14 બાઇકોના ચોર નિકળ્યા

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આ ઇસમોને સીઆરપીસી ક.41(1) ડી મુજબ અટકાયત કરતા કોરોના વાયરસ લગત મેડીકલ તપાસણી કરવી જરૂરી હોવાથી તેમનો રીપોર્ટ કરાવાયો હતો. જોકે ચાર ઇસમો પૈકી એક ઇસમ સગીર હોઇ અને કાયદાના સંઘર્ષમા આવેલ બાળ કિશોર હોઇ જેથી બાળ કિશોરને સી.આર.પી.સી.41 (1) મુજબ નોટીસ આપવામા આવેલ છે. બાદમાં ઇસમોની વધુ પુછપરછ કરતા કુલ 20 જેટલા મો.સા.ચોરીના ગુન્હાની કબુલાત કરી હતી. જે પૈકી ચોરીના મોટર સાઇકલ 14 તથા ચોરીના મોટર સાઇકલ એન્જીન-04, પેટ્રોલની ટાંકી-04 કબજે કરવામાં આવી હતી.

કાર્યવાહી@મહેસાણા: રસ્તામાં રોકી પુછપરછ કરી, 14 બાઇકોના ચોર નિકળ્યા

નોંધનિય છે કે, મહેસાણા જીલ્લાના કડી પો.સ્ટે તથા અમદાવાદ શહેરના ઘાટલોડિયા તથા પાલડી સોલા તથા બોપલ પો.સ્ટે.ની હદના કુલ 11 ગુન્હાઓ ડીટેક્ટ થવા પામેલ છે. આ સાથે ઇસમોની નામદાર હાઇકોર્ટના નિયમોનુસાર કોવિડ 19 લગત મેડિકલ રીપોર્ટ આવતા આજરોજ તા.9-7-2020 ના રોજ સીઆરપીસી ક.41(1) આઇ મુજબ અટક કરી, કડી પો.સ્ટે.સ્ટે.માં નોધ કાયદેસરની કાર્યવાહી સારૂ સોપવા તજવીજ કરવામા આવેલ છે.

ઝડપાયેલા આરોપીઓના નામ

  • સેનમા બીપીનકુમાર મંગાભાઇ રહે.બપીયારા (લક્ષ્મણપુરા) તા.કડી
  • પંચાલ નિલેશકુમાર મનુભાઇ રહે.17-વૃદાવન પાર્ક સોસાયટી,વિશ્વકર્મા મંદીર પાછળ,ચાંદલોડીયા,ગોતા રોડ,અમદાવાદ
  • વિરેન્દ્રસિંહ ભરતસિંહ જાતે.દયા (રાજપૂત) રહે.મ.નં.19,વૃદાવન સોસાયટી, વિશ્વકર્મા સોસાયટી પાછળ, ચાંદલોડીયા, અમદાવાદ