કાર્યવાહી@મોડાસા: ગાડીના બોનેટમાંથી 1.5 કરોડનું ચરસ પકડ્યું, મોટું ઓપરેશન કર્યુ

અટલ સમાચાર, મોડાસા મોડાસા નજીક ગતરાત્રે ચરસની હેરાફેરીની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. છેક દીલ્હી આગળથી રાજસ્થાન પસાર કરી ગુજરાતમાં પ્રવેશ કરતાં ડ્રગ્સના સોદાબાજોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વેગનઆર ગાડીના બોનેટમાં 1.5 કરોડનું ચરસ ભરીને વડોદરા જાય તે પહેલાં નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ પકડ્યુ હતુ. સરેરાશ 16 કિલો ચરસ ભરીને જતો કાશ્મીરનો યુવક ગુજરાતમાં
 
કાર્યવાહી@મોડાસા: ગાડીના બોનેટમાંથી 1.5 કરોડનું ચરસ પકડ્યું, મોટું ઓપરેશન કર્યુ

અટલ સમાચાર, મોડાસા

મોડાસા નજીક ગતરાત્રે ચરસની હેરાફેરીની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. છેક દીલ્હી આગળથી રાજસ્થાન પસાર કરી ગુજરાતમાં પ્રવેશ કરતાં ડ્રગ્સના સોદાબાજોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વેગનઆર ગાડીના બોનેટમાં 1.5 કરોડનું ચરસ ભરીને વડોદરા જાય તે પહેલાં નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ પકડ્યુ હતુ. સરેરાશ 16 કિલો ચરસ ભરીને જતો કાશ્મીરનો યુવક ગુજરાતમાં પ્રવેશતાં જ ઝડપાઇ ગયો છે. હેરાફેરી દરમ્યાન અનેક રાજ્યોની પોલીસ વચ્ચે પસાર થયેલો યુવક ગુજરાતમાં ઝડપાઇ ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેર નજીકથી ગત રાત્રે શંકાસ્પદ વેગનઆર ગાડી ડ્રગ્સ ભરીને પસાર થવાની છે તેવી બાતમી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને મળી હતી. આથી ઓપરેશન મુજબ NCBના ઓફીસરોએ રાજસ્થાન તરફથી આવતી ખાનગી કારને અટકાવી તપાસ કરતા ચોંકાવનારી સ્થિતિ બની હતી. NCBની તપાસમાં આરોપી છેક કાશ્મીરથી ચરસ લઇને દિલ્હી પાર્સિંગની ગાડીમાં રાજસ્થાનની સરહદ પસાર કરી ગુજરાતમાં પ્રવેશી વડોદરા જવાનો હોવાનુ ખુલ્યુ છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આરોપી યુવકે દિલ્હી, રાજસ્થાન અને ગુજરાતની હદમાં પસાર થતાં પોલીસ અને NCBથી બચવા ચરસ બોનેટમાં છુપાવ્યુ હતુ. જોકે આધારભૂત બાતમી મળી હોઇ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્રારા રાજસ્થાનમાંથી શામળાજી તરફથી મોડાસા આવતી વેગનઆરને ઝડપી તપાસ કરી હતી. તપાસમાં અંદાજીત 1.5 કરોડ રૂપિયાનું 16 કિલો ચરસ મળી આવ્યુ છે. જોકે હવે વડોદરામાં કોના મારફત અને કોને ત્યાં 1.5 કરોડનું ચરસ મોકલવાનું હતુ તે સૌથી મોટો સવાલ છે.