કાર્યવાહી@મોડાસા: અનાજના ગોડાઉનમાંથી 21.66 લાખની ચોરી, 6 ઇસમો ઝડપાયાં

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા મોડાસા જીઆઇડીસી વિસ્તારમાં અનાજના ગોડાઉનમાં ચણા તથા એરંડાની કુલ 21.66 લાખના મુદ્દામાલની ચોરી કેસના આરોપીઓ ઝડપાયા છે. મોડાસામાં અનાજના ગોડાઉનમાં ચોરી થયા બાદ પોલીસ ફરીયાદ નોંધાઇ હતી. જે બાદમાં ચોક્કસ બાતમી આધારે મોડાસા ટાઉન પોલીસની ટીમે ચોરી કેસમાં 6 ઇસમોને ઝડપી પાડ્યા છે. આ સાથે તમામ ઇસમોને ઝડપી પાડી કોર્ટમાં
 
કાર્યવાહી@મોડાસા: અનાજના ગોડાઉનમાંથી 21.66 લાખની ચોરી, 6 ઇસમો ઝડપાયાં

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

મોડાસા જીઆઇડીસી વિસ્તારમાં અનાજના ગોડાઉનમાં ચણા તથા એરંડાની કુલ 21.66 લાખના મુદ્દામાલની ચોરી કેસના આરોપીઓ ઝડપાયા છે. મોડાસામાં અનાજના ગોડાઉનમાં ચોરી થયા બાદ પોલીસ ફરીયાદ નોંધાઇ હતી. જે બાદમાં ચોક્કસ બાતમી આધારે મોડાસા ટાઉન પોલીસની ટીમે ચોરી કેસમાં 6 ઇસમોને ઝડપી પાડ્યા છે. આ સાથે તમામ ઇસમોને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવવા કવાયત હાથ ધરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લા મુખ્યમથક મોડાસા માર્કેટયાર્ડમાં સીરાજ બ્રધર્સ નામના ગોડઉનમાંથી રૂ.21,66,496ના મુદ્દામાલની ચોરી થઇ હતી. જેને લઇ સીરાજઉદ્દીન અબ્દુલ પટેલે મોડાસા ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે મોડાસા ટાઉનના PI એન.જી.ગોહિલના માર્ગદર્શન હેઠળ PSI એસ.ડી.માળી સહિતની ટીમે ચોક્કસ વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી. જેમાં ગોડાઉનમાંથી ચણા અને એરંડાની બોરી ચોરનાર અન્ય કોઇ નહીં પરંતુ ગોડાઉનની બાજુમાં ઘંઉની મીલ ધરાવતાં પવનભાઇ મહેશ્વરી હોવાનું ખુલ્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આરોપીની પુછપરછમાં તેણે કબૂલ્યુ હતુ કે, પોતે માણસોની મદદથી ગોડાઉનમાં લગાવેલા પતરાના શેડને ડ્રીલ મશીનથી ખોલી અલગ-અલગ દિવસે ચણાના કટ્ટા અને એરડાંની બોરીઓ ચોરી હોવાનું કબૂલ્યુ હતુ. પોલીસે સમગ્ર કેસમાં પવનભાઇ મહેશ્વરી, રજાકભાઇ બાંડી, યુસુફભાઇ બાંડી, લાલસિંહ ખાંટ, દિનેશભાઇ રાવળ, અને ભરતભાઇ રાવળને ઝડપી પાડ્યા છે. આ સાથે ચોરીના મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ છોટા હાથી કિ.રૂ.1,50,000, ચણાની બોરીઓ નંગ-180 મળી કુલ કિ.રૂ.6,83,,520નો મુદ્દામાલ રીકવર કર્યો છે. આ તરફ ઇસમોને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવવા કવાયત શરૂ કરી હતી.