કાર્યવાહી@મોડાસા: રોયલ્ટી ઇન્સ્પેક્ટરને ધમકી આપનાર ઇસમ ઝબ્બે, 50 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા મોડાસામાં ગત દિવસોએ ઓવરલોડ રેતી ભરેલી ટ્રકને રોકતાં ચાલક અને માલિકે રોયલ્ટી ઇન્સ્પેક્ટરને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઇ હતી. જે કેસમાં આજે મોડાસા ટાઉન પોલીસે આરોપી ઇસમ અને ગુન્હામાં વપરાયેલ વાહનો ઝડપી પાડ્યા છે. નોંધનિય છે કે, આરોપી ઇસમે રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાથે ગેરવર્તણુક અને ધક્કામુકી કરી જાનથી
 
કાર્યવાહી@મોડાસા: રોયલ્ટી ઇન્સ્પેક્ટરને ધમકી આપનાર ઇસમ ઝબ્બે, 50 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

મોડાસામાં ગત દિવસોએ ઓવરલોડ રેતી ભરેલી ટ્રકને રોકતાં ચાલક અને માલિકે રોયલ્ટી ઇન્સ્પેક્ટરને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઇ હતી. જે કેસમાં આજે મોડાસા ટાઉન પોલીસે આરોપી ઇસમ અને ગુન્હામાં વપરાયેલ વાહનો ઝડપી પાડ્યા છે. નોંધનિય છે કે, આરોપી ઇસમે રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાથે ગેરવર્તણુક અને ધક્કામુકી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઇ હતી. જે મામલે ટાઉન પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે ઇસમને ઝડપી પાડ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી ખાણખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરે ઓવરલોડ રેતી ભરીને જતાં ટ્રકને રોકતાં તેમને ધમકી અપાઇ હોવાની ફરીયાદ નોંધાઇ હતી. ગત તા.2 ફેબ્રુઆરીના રોજ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની સુચનાથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર ધવલ સતપુતે રેતી ભરીને જતી એક ટ્રકને રોકાવી હતી. જેમાં ચાલકની પુછપરછ કરતાં આ રેતી સાગવાડા-રાજસ્થાન લઇ જવાતો હોવાનું કહ્યું હતુ. જેથી ખાણખનીજની ટીમે તપાસ કરતાં રોયલ્ટી પાસ કરતાં વધુ રેતી ભરી હોઇ તેને સાઇડમાં કરવા કહ્યું હતું. રેતીનું વજન કરાવવા સહિતની કવાયત હાથ ધરી હતી. આ દરમ્યાન ટ્રકના માલિક આવી જતાં તેણે રોયલ્ટી ઇન્સ્પેક્ટરની ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી ટ્રક ભગાડી મુકી હતી.

કાર્યવાહી@મોડાસા: રોયલ્ટી ઇન્સ્પેક્ટરને ધમકી આપનાર ઇસમ ઝબ્બે, 50 લાખનો મુદ્દામાલ જપ્ત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ કેસમાં આજે મોડાસા ટાઉન પોલીસની ટીમે બાતમી આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. આ સાથે ગુન્હામાં વપરાયેલ ફોરચ્યુર્નર કાર અને ડમ્પર સાથે કુલ પ૦,૦૦,૦૦૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે આરોપીની પુછપરછ કરતાં તેને બંને વાહનો ગુન્હામાં વાપર્યાની કબૂલાત કરી હતી. જેને લઇ મોડાસા ટાઉન પોલીસે ઇસમે ઝડપી પાડી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. નોંધનિય છે કે, આરોપી સામે અગાઉ મોડાસા પોલીસ સ્ટેશને આઇપીસી 379, 504, 186, 188, 503, 506(2) , એમએમડીઆરની કલમ 4(1)(a),21 અને ગુજરાત ખનીજ ખાણ અને હેરફેર સંગ્રહ નિવારણ 2005ની કલમ 21 મુજબ ગુનો નોંધાયો હતો.

આરોપીનું નામ

  • ભાવશેભાઇ રમણલાલ કલાક, રહે.રાસ્તાપાલ, તા.સીમલવાડા, જી.ડુંગરપુર(રાજસ્થાન)