કાર્યવાહી@મોડાસા: 2 પોલીસ મથકના ગુનાઓમાં 3 વર્ષથી નાસતાં-ફરતાં ઇસમને LCBએ દબોચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા કોરોનાકાળ વચ્ચે અરવલ્લી LCBએ 2 પોલીસ સ્ટેશનના ગુનાઓમાં નાસતાં ફરતાં ઇસમને ઝડપી પાડ્યો છે. અરવલ્લી LCBની ટીમ પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી આધારે કાર્યવાહી કરી છે. જેમાં મોડાસા રૂરલ અને ભિલોડા પોલીસ મથકમાં ઢોર ચોરીના કેસમાં નાસતો ફરતો ઇસમ હાલ મોડાસા હોવાની બાતમી આધારે ઇસમને ઝડપી પાડ્યો હતો. આ સાથે ઇસમની
 
કાર્યવાહી@મોડાસા: 2 પોલીસ મથકના ગુનાઓમાં 3 વર્ષથી નાસતાં-ફરતાં ઇસમને LCBએ દબોચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

કોરોનાકાળ વચ્ચે અરવલ્લી LCBએ 2 પોલીસ સ્ટેશનના ગુનાઓમાં નાસતાં ફરતાં ઇસમને ઝડપી પાડ્યો છે. અરવલ્લી LCBની ટીમ પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી આધારે કાર્યવાહી કરી છે. જેમાં મોડાસા રૂરલ અને ભિલોડા પોલીસ મથકમાં ઢોર ચોરીના કેસમાં નાસતો ફરતો ઇસમ હાલ મોડાસા હોવાની બાતમી આધારે ઇસમને ઝડપી પાડ્યો હતો. આ સાથે ઇસમની અટક કરી મોડાસા રૂરલ પોલીસને સોંપવા કવાયત કરાઇ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી SP સંજય ખરાતે જીલ્લામાં નાસતાં-ફરતાં ઇસમોને ઝડપી લેવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI સી.પી.વાઘેલા અને PSI વી.એસ.દેસાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન લતીફમાનું મુલતાની (રહે.ચાંદટેકરી, મોડાસા) વાળા વિરૂધ્ધ મોડાસા રૂરલ અને ભિલોડા પોલીસ મથકે ઢોર ચોરીના ગુના નોંધાયેલ છે. જોકે આ ઇસમ છેલ્લા 3 વર્ષથી નાસતો ફરતો હોઇ LCBએ ગઇકાલે બપોરના સમયે ઇસમને ઝડપી પાડી મોડાસા રૂરલ પોલીસને સોંપ્યો હતો.