કાર્યવાહી@મોડાસા: ચોરીમાં ગયેલ 4.68 લાખના મુદ્દામાલ સાથે ઇસમને પોલીસે કલાકોમાં દબોચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા મોડાસામાં મેટલની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી દીધો છે. આ સાથે ચોરીમાં ગયેલ મુદ્દામાલ અને ચોરીમાં વપરાયેલ પીકઅપ ડાલું સહિતના મુદ્દામાલ સાથે ઇસમને દબોચી લીધો હતો. શહેરની એક મેટલની દુકાનમાં રવિવારે રાત્રીથી સોમવાર સવાર સુધી ચોરતત્વો એલ્યુમિનિયમ, તાંબા અને પિત્તળનો ભંગાર મળી કુલ 4.68 લાખની ચોરી
 
કાર્યવાહી@મોડાસા: ચોરીમાં ગયેલ 4.68 લાખના મુદ્દામાલ સાથે ઇસમને પોલીસે કલાકોમાં દબોચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

મોડાસામાં મેટલની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી દીધો છે. આ સાથે ચોરીમાં ગયેલ મુદ્દામાલ અને ચોરીમાં વપરાયેલ પીકઅપ ડાલું સહિતના મુદ્દામાલ સાથે ઇસમને દબોચી લીધો હતો. શહેરની એક મેટલની દુકાનમાં રવિવારે રાત્રીથી સોમવાર સવાર સુધી ચોરતત્વો એલ્યુમિનિયમ, તાંબા અને પિત્તળનો ભંગાર મળી કુલ 4.68 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ તરફ મોડાસા ટાઉન PIના વડપણ હેઠળ પોલીસે કાર્યવાહી કરી એક ઇસમને ચોરીના મુદ્દામાલ સાથે દબોચી લીધો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસાના હજીરા વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. ગત રવિવારે રાતથી સોમવાર સવાર સુધીમાં અજાણ્યાં ઇસમોએ જય અંબે મેટલ નામની ભંગારની દુકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. જે બાદમાં દુકાનમાંથી એલ્યુમિનિયમ, તાંબા અને પિત્તળનો ભંગાર મળી કુલ કિ.રૂ.4,68,600ની ચોરી કરી હતી. જેને લઇ મોડાસા ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાતાં PI સી.પી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી લેવાયો હતો.

કાર્યવાહી@મોડાસા: ચોરીમાં ગયેલ 4.68 લાખના મુદ્દામાલ સાથે ઇસમને પોલીસે કલાકોમાં દબોચ્યો

સુત્રોએ જણાવ્યું હતુ કે, મેટલની દુકાનમાંથી ચોરીની ઘટનાને લઇ વેપારી અજાણ્યાં ઇસમો સામે ટાઉન પોલીસ મથકે આઇપીસીની કલમ 457, 427, 380 મુજબ ફરીયાદ નોંધાવી છે. જેમાં અજાણ્યાં ઇસમોએ એલ્યુમિનિયમનો ભંગાર આશરે 750 કિલો કિ.રૂ.1,01,250, તાંબાનો ભંગાર આશરે 365 કિલો કિ.રૂ.2,19,000 અને પિત્તળનો ભંગાર આશરે 345 કિલો કિ.રૂ.2,19,000 મળી કુલ કિ.રૂ. 4,68,600નો મુદ્દામાલની ચોરી થઇ હતી. જેને લઇ પોલીસે અંગત બાતમીદારો રોકી ઝીણવટભરી તપાસ કરતાં એક ઇસમને ચોરીના મુદ્દામાલ અને પીકઅપ ડાલા સાથે ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

ઝડપાયેલાં આરોપીનું નામ

  • પ્રકાશ સુરજમલ ગુર્જર, રહે.પ્રહલાદનગર, અમદાવાદ