કાર્યવાહી@મોડાસા: પોલીસ પર હુમલો કરી અઢી વર્ષથી નાસતાં ફરતાં આરોપીને SOGએ દબોચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા ભિલોડા પંથકમાં અગાઉ દારૂની રેઇડ દરમ્યાન બુટલેગર દ્રારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદમાં આરોપી છેલ્લા અઢી વર્ષથી ફરાર હોવાથી જીલ્લાની પોલીસ તેને ઝડપી લેવા કામે લાગી હતી. આ તરફ SOG PIની ટીમે ચોક્કસ બાતમી આધારે આરોપીને તેના ગામમાંથી દબોચી લેતાં પંથકના અન્ય બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
 
કાર્યવાહી@મોડાસા: પોલીસ પર હુમલો કરી અઢી વર્ષથી નાસતાં ફરતાં આરોપીને SOGએ દબોચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

ભિલોડા પંથકમાં અગાઉ દારૂની રેઇડ દરમ્યાન બુટલેગર દ્રારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદમાં આરોપી છેલ્લા અઢી વર્ષથી ફરાર હોવાથી જીલ્લાની પોલીસ તેને ઝડપી લેવા કામે લાગી હતી. આ તરફ SOG PIની ટીમે ચોક્કસ બાતમી આધારે આરોપીને તેના ગામમાંથી દબોચી લેતાં પંથકના અન્ય બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. એસપી સંજય ખરાતની સતત સુચનાઓ અને SOGએ ચોક્કસ બાતમી આધારે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના ભિલોડા ધોલવાણી નજીક અઢી વર્ષ અગાઉ ગાંધીનગર RR સેલના કોન્સ્ટેબલ ખાનગી કારમાં માણસો સાથે દારૂ ભરેલી ઇકો કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કાર ચાલકે કાર હંકારી મુકતા RRસેલના કોન્સ્ટેબલ ખાનગી કારમાં પીછો કરતા પાછળ બુટલેગરો જીપમાં પહોંચી કારને આંતરી જીપમાં અને ઇકો કારમાં રહેલા બુટલેગરોએ કોન્સ્ટેબલ અને ખાનગી માણસ પર જીવલેણ હુમલો કર્યો હતો. જે અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી હુમલો કરનાર કેટલાક બુટલેગરોને દબોચી લીધા હતા. જોકે મુખ્ય આરોપી છેલ્લા અઢી વર્ષથી ફરાર હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ તરફ SP સંજય ખરાતે નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી લેવા સુચના આપી હતી. જે અનુસંધાને SOG PI જે.પી.ભરવાડ, પેરોલો ફર્લોના PSI કે.એસ.સીસોદીયા અને ટીમ, AHC કીરીટકુમાર, કલ્પેશસીંહ, પ્રવિણકુમાર, APC સિધ્ધરાજસિંહ, ધમેન્દ્રસીંહ, ધવલકુકાર અને ડ્રા.PC ભરતકુમાર સહિતના પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે બાવળીયા ટોરડા ગામેથી મહેશ ઉર્ફે કાળીયો કમજી અસારીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.