કાર્યવાહી@મોડાસા: શંકાસ્પદ ઇસમને ઝડપી પુછપરછ કરી, બાઇક રાજસ્થાનથી ચોર્યાનું ખુલ્યું

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા મોડાસા ટાઉન પોલીસે શંકાસ્પદ ઇસમને ઝડપી પુછપરછ કરી તેની પાસેથી ચોરીનું બાઇક ઝડપી પાડ્યુ છે. મોડાસા ટાઉન પોલીસ અને સર્વેલન્સ સ્કોર્ડની ટીમે ગઇકાલે પેટ્રોલિંગ દરમ્યાન એક ઇસમને શંકાસ્પદ હાલતમાં બાઇક લઇ જતાં જોઇ રોક્યો હતો. જે બાદમાં તેની પાસે બાઇકના રજીસ્ટ્રેશનન અંગેના કાગળો માંગતા ન હોવાનું ખુલ્યુ હતુ. જે બાદમાં
 
કાર્યવાહી@મોડાસા: શંકાસ્પદ ઇસમને ઝડપી પુછપરછ કરી, બાઇક રાજસ્થાનથી ચોર્યાનું ખુલ્યું

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

મોડાસા ટાઉન પોલીસે શંકાસ્પદ ઇસમને ઝડપી પુછપરછ કરી તેની પાસેથી ચોરીનું બાઇક ઝડપી પાડ્યુ છે. મોડાસા ટાઉન પોલીસ અને સર્વેલન્સ સ્કોર્ડની ટીમે ગઇકાલે પેટ્રોલિંગ દરમ્યાન એક ઇસમને શંકાસ્પદ હાલતમાં બાઇક લઇ જતાં જોઇ રોક્યો હતો. જે બાદમાં તેની પાસે બાઇકના રજીસ્ટ્રેશનન અંગેના કાગળો માંગતા ન હોવાનું ખુલ્યુ હતુ. જે બાદમાં તેને પોલીસ મથકે લાવી પુછપરછ કરતાં તેને બાઇક રાજસ્થાનના સીમલવાડા નજીકથી ચોર્યુ હોવાનું કબુલ્યુ હતુ. જેથી પોલીસે તેને ઝડપી ધંબોલા પોલીસ(રાજસ્થાન)ને સોંપવા કવાયત હાથ ધરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સુચના આપેલ છે. આ તરફ મોડાસા ટાઉન PSI પી.ડી.રાઠોડ અને સર્વેલન્સ સ્કોર્ડની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ડીપ વિસ્તાર તરફ જતાં શામળાજી રોડ પર એક ઇસમ બજાજ મોટર સાયકલ શંકાસ્પદ હાલતમાં લઇ જતાં શંકા ગઇ હતી. જેથી તેને રોકી બાઇકના રજીસ્ટ્રેશનના કાગળ માંગતા નહીં હોવાનું કહ્યુ હતુ.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, શંકાને આધારે ઝડપેલાં ઇસમને પોલીસ સ્ટેશન લઇ ગયા બાદ પુછપરછ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. યુવકે જણાવ્યું હતુ કે, તેને આ બાઇક રાજસ્થાનના સીમલવાડા નજીકથી ચોરી કર્યુ છે. જેથી પોલીસે બાઇકની કિ.રૂ.70,000 ગણી સીઆરપીસી કલમ 41(1)ડી મુજબ કબ્જે કરી ઇસમને ધંબોલા પોલીસ સ્ટેશન(રાજસ્થાન) ખાતે સોંપવા કવાયત કરી હતી.

ઝડપાયેલ ઇસમનું નામ

  • યશપાલ નારાયણભાઇ મનાત, રહે.ખરપાડા(રાસ્તાપાલ) તા.સીમલાવાડા, જી.ડુંગરપુર, રાજસ્થાન