કાર્યવાહી@મોરબી: ખેતીવાડી વિભાગે 17 લાખનો નકલી બિયારણનો જથ્થો ઝડપ્યો

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે મોરબીમાં બોગસ બિયારણ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઉમા એગ્રો નામની દુકાનમાંથી ખેતીવાડી વિભાગ દ્વારા રૂ. 17 લાખનો નકલી બિયારણનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. અને એગ્રો એજન્સીના સંચાલક બીપીનભાઈ ડુંગરભાઈ વડાવીયા સામે ફરિયાદ દાખલ કરાઈ છે. એગ્રો એજન્સીના સંચાલક સામે ખેતીવાડી અધિકારીએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરીને નકલી
 
કાર્યવાહી@મોરબી: ખેતીવાડી વિભાગે 17 લાખનો નકલી બિયારણનો જથ્થો ઝડપ્યો

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે મોરબીમાં બોગસ બિયારણ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઉમા એગ્રો નામની દુકાનમાંથી ખેતીવાડી વિભાગ દ્વારા રૂ. 17 લાખનો નકલી બિયારણનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. અને એગ્રો એજન્સીના સંચાલક બીપીનભાઈ ડુંગરભાઈ વડાવીયા સામે ફરિયાદ દાખલ કરાઈ છે. એગ્રો એજન્સીના સંચાલક સામે ખેતીવાડી અધિકારીએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરીને નકલી બિયારણનું વેચાણ કરવાનું કૌભાંડ કરનાર એગ્રો સંચાલકની ધરપકડ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મોરબીમાં જુના બસ સ્ટેન્ડ પાસે સરદાર રોડ ઉપર રવિ ચેમ્બર્સમાં આવેલ બિયારણના વિક્રેતા ઉમા એગ્રો એજન્સી દ્વારા નકલી બિયારણ વેચવામાં આવતું હોવાનું ધ્યાને આવતા ખેતીવાડી અધિકારી ચંદ્રેશ લુહાર દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દુકાન ઉપર દરોડો પાડી ભેળસેળ વાળા તથા ભળતા નામ વાળા અનઅધિકૃત તથા સરકારની માન્યતા વગરના બિયારણ જેમાં કિશન 555ના કુલ 100 પેકેટ કિંમત અંદાજે રૂ. 73,000, વર્ષા 151 (એફ 1)ના કુલ 47 પેકેટ અંદાજે કિંમત રૂ. 34,310, કપાસ લૂજ બિયારણ 1000 કીગ્રા અંદાજે કિંમત રૂ.16,22,222 મળી કુલ રૂ. 17,29,532નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

કાર્યવાહી@મોરબી: ખેતીવાડી વિભાગે 17 લાખનો નકલી બિયારણનો જથ્થો ઝડપ્યો

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, નકલી બિયારણ વેચવા મામલે ખેતીવાડી અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એગ્રો સંચાલક બીપીનભાઈ ડુંગરભાઈ વડાવીયા સામે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આજે એ ડિવિઝન પોલીસે આરોપી એગ્રો સંચાલક બીપીનભાઈ ડુંગરભાઈ વડાવીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી નકલી બિયારણ વેંચતો હોવાની ફરિયાદ મળતા ખેતીવાડી અધિકારીએ તેની દુકાનમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં બિયારણના જથ્થાના અલગ અલગ સેમ્પલો લીધા હતા. આ સ્મેપલની તપાસ કરતા બિયારણ ભેળસેળ વાળું અને ભળતા નામો હોવાનું ખુલ્યું હતું. આથી ખેતીવાડી અધિકારીએ નકલી બિયારણનો જથ્થો જપ્ત કર્યો હતો અને આ બનાવની ફરિયાદ નોંધાવતા આરોપી હાલ જેલના સળિયા પછળ ધકેલાય ગયો છે.