કાર્યવાહી@નવસારી: પોલીસકારનો ઉપયોગ કરી વીડિયો બનાવ્યો, 3 કર્મચારી સસ્પેન્ડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સોશિયલ મીડિયામાં રોફ જમાવવા માટે હવે પોલીસકર્મીઓ પણ વીડિયો બનાવી સોશ્યલ મીડિયા વાયરલ કરી રહ્યા છે. બીલીમોરામાંથી પોલીસકાર સાથે કર્મચારીઓનો વીડિયો વાયરલ થયા બાદ ત્રણ પોલીસ જવાન તથા અન્ય યુવકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સોશ્યલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક યુવાનો ગુજરાત પોલીસની
 
કાર્યવાહી@નવસારી: પોલીસકારનો ઉપયોગ કરી વીડિયો બનાવ્યો, 3 કર્મચારી સસ્પેન્ડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોશિયલ મીડિયામાં રોફ જમાવવા માટે હવે પોલીસકર્મીઓ પણ વીડિયો બનાવી સોશ્યલ મીડિયા વાયરલ કરી રહ્યા છે. બીલીમોરામાંથી પોલીસકાર સાથે કર્મચારીઓનો વીડિયો વાયરલ થયા બાદ ત્રણ પોલીસ જવાન તથા અન્ય યુવકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સોશ્યલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક યુવાનો ગુજરાત પોલીસની કારમાંથી ઉતરે છે અને તે બાદ કોઈ મંદિરનાં પરિસરમાં જ સ્ટંટ કરે છે, તપાસ બાદ સામે આવ્યું કે આ વીડિયો બનાવવામાં પોલીસ કર્મીઓની પણ મિલીભગત હતી. જોકે આ યુવકોને વીડિયો બનાવવો હવે ભારે પડી રહ્યો છે. બીલીમોરા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નવસારીના બીલીમોરા પોલીસ સ્ટેશનની કારમાં વીડિયો બનાવવા મામલે કાર્યવાહી કરાઇ છે. પોલીસકારનો ગેરકાયદે ઉપયોગ કરી વીડિયો બનાવનારા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. જિલ્લા પોલીસ વડાએ વીડિયોને લઇ ફરજમાં બેદરકારી બદલ 3 પોલીસ જવાનને સસ્પેન્ડ કર્યા છે. અને વીડિયો બનાવનાર 4 યુવાનોની પણ અટકાયત કરાઇ છે. યુવકોની ધરપકડ કરી આઇટી એક્ટ મુજબ ગુનો નોંધાયો છે. હિરેન પટેલ, ધર્મેશ પાટીલ અને પવન ભોયાને સસ્પેન્ડ કરાયા છે. જ્યારે વીડિયો બનાવનાર ગૌરાંગ પટેલ સહિત 4 યુવાનોની અટકાયત કરાઇ છે. પોલીસકર્મીઓએ પોલીસકારનો ઉપયોગ કરી બીલીમોરાના મહાદેવ મંદિરના પરિસરમાં વીડિયો બનાવ્યો હતો.