કાર્યવાહી@પાલનપુર: કારમાંથી 3.66 લાખનો દારૂ ઝડપાયો, 5 સામે ફરીયાદ

અટલ સમાચાર, પાલનપુર કોરોના મહામારી વચ્ચે પાલનપુર પોલીસે ઇનોવામાંથી રૂ.3.66 લાખના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમી આધારે અમીરગઢ વિસ્તારમાં ખાનગી વાહનમાં વોચ ગોઠવી હતી. કાર્યવાહી દરમ્યાન પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી કુલ પાંચ ઇસમો સામે ગુનો નોંધ્યો છે. આ સાથે પોલીસે કુલ 15.77 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
 
કાર્યવાહી@પાલનપુર: કારમાંથી 3.66 લાખનો દારૂ ઝડપાયો, 5 સામે ફરીયાદ

અટલ સમાચાર, પાલનપુર

કોરોના મહામારી વચ્ચે પાલનપુર પોલીસે ઇનોવામાંથી રૂ.3.66 લાખના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમી આધારે અમીરગઢ વિસ્તારમાં ખાનગી વાહનમાં વોચ ગોઠવી હતી. કાર્યવાહી દરમ્યાન પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી કુલ પાંચ ઇસમો સામે ગુનો નોંધ્યો છે. આ સાથે પોલીસે કુલ 15.77 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુરની તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન કારમાંથી વિદેશી દારૂનો ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે, આબુરોડથી વિદેશી દારૂ ભરીને એક ઇનોવા કાર પાલનપુર તરફ આવવાની છે. જેથી પોલીસ અમીરગઢ જતાં હાઇવે પર ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. જ્યાં બાતમીવાળી કાર આવતાં તેને રોકાવાનો ઇશારો કરતા ચાલકે મલાણા ગામ તરફ ભગાડતાં પોલીસે પીછો કરી ઝડપી પાડ્યા હતા.

કાર્યવાહી@પાલનપુર: કારમાંથી 3.66 લાખનો દારૂ ઝડપાયો, 5 સામે ફરીયાદ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસે કારમાંથી વિદેશી દારૂની બોટલ કુલ નંગ-546, કી.રૂ.3,66,700 તથા મોબાઇલ નંગ-3 કિ.રૂ.10,500 ઇનોવા કારની કિં.રૂ.12,00,000 મળી કુલ કિ.રૂ.15,77,200 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે આરોપીઓ સામે પ્રોહીબીશન એક્ટની કલમ 65-A,65(e),116-B,81,83,98(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ રહ્યા આરોપીઓના નામ

  • ફતેસિંહ ભુરસિંહ રાજપુત
  • દેવીસિંહ ગુમાનસિંહ માવસિંહ રાજપુત
  • તુલશીરામ માનારામ મુલારામ પટેલ
  • વદનસિંહ ચંદનસિંહ ગૌતમસિંહ રાજપુર
  • વિક્રમસિંહ રાજપુત