કાર્યવાહી@પાલનપુર: યુવકનું અપહરણ કરનાર ચાર આરોપીઓ ઝડપાયા

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) પાલનપુર તાલુકાના ગામે બે શખ્સોએ સાગરીતો સાથે યુવકનું અપહરણ કરતા ચકચાર મચી હતી. જેને લઇ જીલ્લા પોલીસ વડાએ સુચના આપ્યા બાદ એલસીબીએ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. અર્ધનગ્ન હાલતમાં યુવકનો વિડીયો ઉતારી ગુપ્તિની અણીએ આરોપીઓએ 45 હજારની લૂંટ ચલાવી હતી. યુવકે દુર્ઘટનાનો ભોગ બન્યા બાદ સમગ્ર મામલે એલસીબીને જાણ કરતા
 
કાર્યવાહી@પાલનપુર: યુવકનું અપહરણ કરનાર ચાર આરોપીઓ ઝડપાયા

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

પાલનપુર તાલુકાના ગામે બે શખ્સોએ સાગરીતો સાથે યુવકનું અપહરણ કરતા ચકચાર મચી હતી. જેને લઇ જીલ્લા પોલીસ વડાએ સુચના આપ્યા બાદ એલસીબીએ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. અર્ધનગ્ન હાલતમાં યુવકનો વિડીયો ઉતારી ગુપ્તિની અણીએ આરોપીઓએ 45 હજારની લૂંટ ચલાવી હતી. યુવકે દુર્ઘટનાનો ભોગ બન્યા બાદ સમગ્ર મામલે એલસીબીને જાણ કરતા કાર્યવાહી હાથ ધરાઇ છે.

કાર્યવાહી@પાલનપુર: યુવકનું અપહરણ કરનાર ચાર આરોપીઓ ઝડપાયા

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના માલણ ગામના યુવકનું અજાણ્યા ચાર શખ્સોએ અપહરણ કર્યુ હતુ. અપહરણ કરી યુવકને કુંભાસણ લઇ ગયા બાદ અર્ધનગ્ન કરી વિડીયો ઉતારીને પાંચ લાખની ખંડણી માંગી હતી. આ દરમ્યાન અજાણ્યા શખ્સોએ ગડદાપાટુંનો માર મારી ગળાના ભાગે ગુપ્તિ મારી 45 હજાર રોકડ અને રાડો ઘડિયાળની લૂંટ ચલાવી હતી. ઘટનાની જાણ યુવકે એલસીબીને કરતા ભારે દોડધામ મચી હતી. ઘટના બાદ એલસીબીએ ચારેય આરોપીઓની અટકાયત કરી છે.