કાર્યવાહી@પાલનપુર: SOGએ લાયસન્સ વગરની 2 પિસ્તોલો સાથે ઇસમને દબોચ્યો, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર પાલનપુર શહેરમાં SOGની ટીમે લાયસન્સ વગરની 2 પિસ્તોલો સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે ગત દિવસોએ શહેરમાં ફાયરીંગની ઘટના બાદ SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, એક ઇસમ પ્લાસ્ટીકની થેલીમાં પિસ્તોલો જેવું કંઇ લઇને ઉભો છે. જેથી ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ઇસમને પકડી લઇ
 
કાર્યવાહી@પાલનપુર: SOGએ લાયસન્સ વગરની 2 પિસ્તોલો સાથે ઇસમને દબોચ્યો, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

પાલનપુર શહેરમાં SOGની ટીમે લાયસન્સ વગરની 2 પિસ્તોલો સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે ગત દિવસોએ શહેરમાં ફાયરીંગની ઘટના બાદ SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, એક ઇસમ પ્લાસ્ટીકની થેલીમાં પિસ્તોલો જેવું કંઇ લઇને ઉભો છે. જેથી ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ઇસમને પકડી લઇ 2 પિસ્તોલો સહિત કુલ કિ.રૂ 48,400નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ઇસમ સામે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુરમાં લાયસન્સ વગરની 2 પિસ્તોલો સાથે ઇસમ ઝડપાયો છે. બનાસકાંઠા SOG PI ડી.આર.ગઢવીની સુચનાથી PSI એમ.કે.ઝાલા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન શહેરના મફતપુરા આંબા પાસે એક ઇસમ પ્લાસ્ટીકની થેલીમાં પિસ્તોલો જેવું કંઇક લઇને ઉભો હોવાની બાતમી મળી હતી. જે બાદમાં ઇસમને ઝડપી પાડી તલાશી લેતાં અંદરથી 2 પિસ્તોલો મળી આવી હતી. સમગ્ર મામલે ઇસમને ઝડપી પાડી એસઓજીએ તેની સાથે ગુનો નોંધાવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા એસઓજીની ટીમે ચોક્કસ બાતમી આધારે 2 પિસ્તોલો સાથે ઇસમે દબોચી લીધો છે. ગઇકાલે શહેરના મફતપુરા આંબા પાસેથી મહંમદતાહીર મહંમદરફીક સૈયદને ઝડપી તેની તલાશી લેતાં લાયસન્સ વગરની પિસ્તોલ નંગ-2, કિ.રૂ.40,000, કાર્ટીસની કિ.રૂ.300, મોબાઇલ નંગ-3, કિ.રૂ.6,500 મળી કુલ કિ.રૂ.48,400નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે ઇસમ સામે પાલનપુર પુર્વ પોલીસ મથકે હથિયારધારોની કલમ 25(1-b)(a) મુજબ ગુનો નોંધાવ્યો છે.