કાર્યવાહી@પાટણ: LCBએ બાતમી આધારે એરંડાના ખેતરમાંથી વિદેશી દારૂ ઝડપ્યો

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોના મહામારી વચ્ચે પાટણ LCBએ અનાવાડા ગામડીથી ખલીપુર જવાના નેળીયામાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. LCBએ ચોક્કસ બાતમી આધારે રેડ કરી 31 હજારના વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન ઝડપી પાડ્ય છે. જોકે રેઇડ દરમ્યાન આરોપી ઇસમ સ્થળ પર હાજર હોઇ પોલીસે તેની સામે ગુનો દાખલ કરી તેને શોધવા કવાયત
 
કાર્યવાહી@પાટણ: LCBએ બાતમી આધારે એરંડાના ખેતરમાંથી વિદેશી દારૂ ઝડપ્યો

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી)

કોરોના મહામારી વચ્ચે પાટણ LCBએ અનાવાડા ગામડીથી ખલીપુર જવાના નેળીયામાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. LCBએ ચોક્કસ બાતમી આધારે રેડ કરી 31 હજારના વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન ઝડપી પાડ્ય છે. જોકે રેઇડ દરમ્યાન આરોપી ઇસમ સ્થળ પર હાજર હોઇ પોલીસે તેની સામે ગુનો દાખલ કરી તેને શોધવા કવાયત હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાની પ્રોહિબિશન પ્રવૃત્તિ અટકાવવા લગત સુચના આપી હતી. જે અનુસંધાને પાટણ LCBના ઇ. P.I એ.બી.ભટ્ટ, ASI અંબાલાલ, A.H.C અબ્દેલકૈયુમ, વિપુલભાઇ, A.P.C મોડજીજી સહિતનો સ્ટાફ ઓફીસે હાજર હતો. આ દરમ્યાન LCB મીસીંગ સેલના A.H.C અબ્દુલકૈયુમને ચોક્કસ બાતમી મળી હતી કે, ઠાકોર સેલજી જગમાલજી રહે.ખલીપુર,તા.સરસ્વતી ગામની સીમમાં અનાવાડા ગામડીથી ખલીપુર જતાં નેળીયા ઉપર ખેતરમાં વિદેશી દારૂનુ વેચાણ કરે છે.

કાર્યવાહી@પાટણ: LCBએ બાતમી આધારે એરંડાના ખેતરમાંથી વિદેશી દારૂ ઝડપ્યો

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, LCBના ઇન્ચાર્જ PI એ.બી.ભટ્ટના વડપણ હેઠળ ટીમ ચોક્કસ બાતમી આધારે રેઇડ કરી હતી. જેમાં સ્થળ પર આરોપી ઇસમ સેલજી જગમાલજી ઠાકોર મળી આવ્યો ન હતો. આથી પોલીસે એરંડાના વાવેતરવાળા ખેતરમાંથી વિદેશી દારૂની બોટલો કુલ નંગ-213 કિ.રૂ. 22,779 તથા બિયર ટીન નંગ-72 કિ.રૂ.9,000મળી કુલ કિ.રૂ.31,779નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ તરફ LCBએ આરોપી સામે વાગદોડ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવતાં પોલલીસે પ્રોહી એક્ટની કલમ65(e), 65(a), 116-B મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.