કાર્યવાહી@પાટણ: LCBએ બાતમી આધારે ચોરીના ત્રણ બાઇક સાથે ઇસમને દબોચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોનાકાળ વચ્ચે પાટણ LCBની ટીમે બાતમી આધારે ચોરીના 3 બાઇકો સાથે એક ઇસમને ઝડપી લીધો છે. LCBની ટીમ મિલ્કત સંબંધી ગુનાઓ લગત પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે એક ઇસમને ઝડપી તેની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં ઇસમે પાટણ એ ડીવીઝન પોલીસ મથક
 
કાર્યવાહી@પાટણ: LCBએ બાતમી આધારે ચોરીના ત્રણ બાઇક સાથે ઇસમને દબોચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી)

કોરોનાકાળ વચ્ચે પાટણ LCBની ટીમે બાતમી આધારે ચોરીના 3 બાઇકો સાથે એક ઇસમને ઝડપી લીધો છે. LCBની ટીમ મિલ્કત સંબંધી ગુનાઓ લગત પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે એક ઇસમને ઝડપી તેની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં ઇસમે પાટણ એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાંથી ત્રણ બાઇકોની ચોરી કરી હોવાનું કબૂલ્યુ હતુ. જેથી LCBએ તેને એ ડીવીઝન પોલીસને સોંપવા કવાયત કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રેન્જ આઇજી જે.આર.મોથાલીયા અને પાટણ SP અક્ષયરાજે જીલ્લામાં મિલ્કત સંબંધી ચોરીઓ અટકાવવા અને તેના આરોપીઓને પડકી પાડવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCBના ઇ. PI એ.બી.ભટ્ટ, ASI અંબાલાલ, AHC અમિતસિંહ, વિપુલભાઇ, અબ્દુલકયુમ અને APC જીતેન્દ્રકુમાર સહિતનો સ્ટાફ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન પાટણના અનાવાડા દરવાજા પાસેથી બાતમી આધારે એક ઇસમને ઝડપી પાડતાં 3 બાઇકચોરીના કેસનો ભેદ ઉકેલાયો હતો.

કાર્યવાહી@પાટણ: LCBએ બાતમી આધારે ચોરીના ત્રણ બાઇક સાથે ઇસમને દબોચ્યો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, LCBની પુછપરછમાં આરોપીએ ત્રણ બાઇક ચોર્યા હોવાની કબૂલાત કરી હતી. જે બાદમાં ટીમે ત્રણેય બાઇક હોન્ડા સ્પેન્ડર, સ્પેન્ડર મોટર સાયકલ, હીરો હોન્ડા સીટી ડીલક્ષ કબ્જે કરી કિ.રૂ.55,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ તરફ આરોપી ઇસમને પાટણ એ ડીવીઝન પોલીસ મથકે વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો હતો.

ઝડપાયેલા ઇસમનું નામ

  • રબારી લક્ષ્મણભાઇ હીરાભાઇ, ઉ.વ.20, રહે.ખારીયા, તા.કાંકરેજ, જી.બનાસકાંઠા