કાર્યવાહી@પાટણ: પોલીસે 3 દિવસમાં જાહેરનામા ભંગના 252 ગુના નોંધી 7.69 લાખનો દંડ વસુલ્યો

અટલ સમાચાર, પાટણ પાટણ જીલ્લા પોલીસે છેલ્લા 3 દિવસમાં જાહેરનામા ભંગ બદલ 252 ફરીયાદ દાખલ કરી છે. આ સાથે પોલીસે માસ્ક નહીં પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ રૂ.7.69 લાખનો દંડ પણ વસુલ્યો છે. હાલ પાટણ જીલ્લામાં જાહેરનામાનો ભંગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરી પોલીસ વિભાગ દ્વારા દંડ વસુલાતની કામગીરી કરવામાં આવી રહી છે.
 
કાર્યવાહી@પાટણ: પોલીસે 3 દિવસમાં જાહેરનામા ભંગના 252 ગુના નોંધી 7.69 લાખનો દંડ વસુલ્યો

અટલ સમાચાર, પાટણ

પાટણ જીલ્લા પોલીસે છેલ્લા 3 દિવસમાં જાહેરનામા ભંગ બદલ 252 ફરીયાદ દાખલ કરી છે. આ સાથે પોલીસે માસ્ક નહીં પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ રૂ.7.69 લાખનો દંડ પણ વસુલ્યો છે. હાલ પાટણ જીલ્લામાં જાહેરનામાનો ભંગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરી પોલીસ વિભાગ દ્વારા દંડ વસુલાતની કામગીરી કરવામાં આવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લા કલેક્ટર દ્રારા સામાજિક અંતર જાળવવા અને ફરજીયાત માસ્ક પહેરવાનું જાહેરનામું બહાર પાડેલ છે. આ તરફ જાહેરનામાનો ભંગ કરનાર લોકો લોકો સામે પાટણ જિલ્લા પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી કલમ-188 હેઠળ 3 જ દિવસમાં 252 ગુના નોંધ્યા છે. પોલીસે તા.28 નવેમ્બરના રોજ માસ્ક ન પહેરનારા 235, તા.29 નવેમ્બરના રોજ 226 અને તા.30 નવેમ્બરના રોજ 308 લોકો પાસેથી પોલીસ દ્વારા કુલ રૂ.7.69 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

સુત્રોએ જણાવ્યું હતુ કે, સામાજિક અંતર જાળવવાના જાહેરનામાનો ભંગ કરનારા તથા માસ્ક ન પહેરવા બદલના દંડની રકમ ભરવાનો ઈનકાર કરનારા લોકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત તા.28 નવેમ્બરના રોજ 72, તા.29 નવેમ્બરના રોજ 65 અને તા.30 નવેમ્બરના રોજ 115 મળી ત્રણ જ દિવસમાં કલમ-188 હેઠળ પોલીસ દ્વારા કુલ 252 ગુના નોંધવામાં આવ્યા છે.