કાર્યવાહી@પોલીસ: ગેરકાયદેસર દરોડા કરવાના મામલે SOGના PSI સહિત ત્રણ સસ્પેન્ડ

અટલ સમાચાર, અમદાવાદ અમદાવાદ પોલીસના સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ ક્રાઇમ વિભાગમાં ફરજ બજાવતાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને બે કૉન્સ્ટેબલને SOG ડી.સી.પી હર્ષદ પટેલે ગેરકાયદેસર દરોડા પાડવાના મામલે સસ્પેન્ડ કર્યા છે. આ ત્રણ પોલોસકર્મીઓ રખિયાલમાં એક અનાજના વેપારીના ત્યાં નારકોટિક્સની બાતમીના આધારે દરોડા કરવા ગયા હતા. સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કર્યા વગર અને સર્ચ વૉરંટ વગર દરોડા
 
કાર્યવાહી@પોલીસ: ગેરકાયદેસર દરોડા કરવાના મામલે SOGના PSI સહિત ત્રણ સસ્પેન્ડ

અટલ સમાચાર, અમદાવાદ

અમદાવાદ પોલીસના સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ ક્રાઇમ વિભાગમાં ફરજ બજાવતાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને બે કૉન્સ્ટેબલને SOG ડી.સી.પી હર્ષદ પટેલે ગેરકાયદેસર દરોડા પાડવાના મામલે સસ્પેન્ડ કર્યા છે. આ ત્રણ પોલોસકર્મીઓ રખિયાલમાં એક અનાજના વેપારીના ત્યાં નારકોટિક્સની બાતમીના આધારે દરોડા કરવા ગયા હતા. સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કર્યા વગર અને સર્ચ વૉરંટ વગર દરોડા કરવા ગયા હોવાથી તમામને સસ્પેન્ડ કરાયા હોવાનું અધિકારીઓનું કહેવું છે જોકે, આ ત્રણે લોકોએ તોડ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા પણ ચાલી છે.

કાર્યવાહી@પોલીસ: ગેરકાયદેસર દરોડા કરવાના મામલે SOGના PSI સહિત ત્રણ સસ્પેન્ડ

અમદાવાદ પોલીસના સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ ક્રાઇમ વિભાગમાં ફરજ બજાવતાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી.ભટ્ટ અને બે કૉન્સ્ટેબલ ભરતભાઇ અને યોગેશભાઈ ગત તારીખ 19મી સપ્ટેમ્બરના રોજ રખિયાલમાં એક સરકારી અનાજની દુકાનમાં ગયા હતા. દરોડાના નામે તેમણે દુકાનમાં અનાજ ક્યાંથી લાવ્યા તે બાબતે પૂછતાં વેપારીએ બિલો રજૂ કર્યા હતા. નિયમ મુજબ એસ.ઓ.જીએ નારકોટિક્સને લગતી કામગીરી કરવાની હોય છે અને દરોડા કરતા પહેલાં ઉચ્ચ અધિકારીઓને જાણ કરવી અને સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરવાની હોય છે. આ નિયમો નહીં પાળી ભટ્ટે ગેરકાયદે દરોડા કર્યા હોવાથી તેમને બે કૉસ્ટેબલ સાથે સસ્પેન્ડ કર્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

કાર્યવાહી@પોલીસ: ગેરકાયદેસર દરોડા કરવાના મામલે SOGના PSI સહિત ત્રણ સસ્પેન્ડ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, એક ઇન્ડિયન પોલીસ સર્વિસ અધિકારીને આ બાબતની જાણ થઈ હતી. તેમના વિસ્તારમાં દરોડા કરતા જ તેઓ ફફડી ઉઠ્યા હતા આ મામલે એવી ચર્ચા છે કે આઈ.પી.એસ અધિકારના ફરજ ક્ષેત્રમાં એસ.ઓ.જીએ દરોડા કર્યા હોવાથી પી.એઅ.આઈ પર તોડ કર્યાનો આક્ષેપ થયો કે પછી ખરેખર પોલીસકર્મીએ તોડ કર્યો હતો તે સ્પષ્ટ કારણ ઉપસી આવ્યું નથી. જોકે, આ મામલાએ પોલીસ બેડામાં ચર્ચા જગાવી છે.