કાર્યવાહી@પોશીના: જનઆરોગ્ય સામે ચેડા, બોગસ ડોક્ટર વિરૂધ્ધ એફઆઇઆર

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) પોશીના તાલુકાના લાંબડીયા ગામે બોગસ ડોક્ટર ઝડપાતા આરોગ્ય આલમમાં ચકચાર મચી ગઇ છે. જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા બોગસ ડોક્ટર નટુભાઇ વી.પટેલ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. મેડીકલ પ્રેક્ટિસન એકટ વિરૂધ્ધ એલોપેથિક પ્રેક્ટિસ કરતા અને જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા ખેરોજ પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
 
કાર્યવાહી@પોશીના: જનઆરોગ્ય સામે ચેડા, બોગસ ડોક્ટર વિરૂધ્ધ એફઆઇઆર

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

પોશીના તાલુકાના લાંબડીયા ગામે બોગસ ડોક્ટર ઝડપાતા આરોગ્ય આલમમાં ચકચાર મચી ગઇ છે. જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા બોગસ ડોક્ટર નટુભાઇ વી.પટેલ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. મેડીકલ પ્રેક્ટિસન એકટ વિરૂધ્ધ એલોપેથિક પ્રેક્ટિસ કરતા અને જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા ખેરોજ પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

કાર્યવાહી@પોશીના: જનઆરોગ્ય સામે ચેડા, બોગસ ડોક્ટર વિરૂધ્ધ એફઆઇઆર

સાબરકાંઠા જીલ્લાના પોશીના તાલુકાના લાંબડીયા ગામે છેલ્લા કેટલાક સમયથી બોગસ ડોક્ટર હોવાની ગતિવિધિ વચ્ચે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં ડો. નટુભાઇ વી.પટેલ ડીગ્રી વગર સારવાર કરતા હોવાનું સામે આવતા જીલ્લા આરોગ્ય તંત્રના પગતળે જમીન ખસી ગઇ હતી. જનઆરોગ્ય સામે ચેડાં કરતો હોઇ બોગસ ડોક્ટર વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. જેનાથી જીલ્લાના અન્ય બોગસ ડોક્ટરો ભુર્ગભમાં ઉતરી રહ્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, તાલુકા આરોગ્ય કચેરીના ડો. બનેસિંહ એસ.ગઢવીએ ખેરોજ પોલીસ મથકે ડો. નટુભાઇ વી.પટેલ વિરૂધ્ધ મેડીકલ પ્રેક્ટિસન એકટ સંદર્ભે ફરીયાદ નોંધાવી છે. જેનાથી પંથકના જનઆરોગ્ય અને પંચાયત આલમમાં ચકચાર મચી ગઇ છે. ઉલ્લેખનિય છે કે, સાબરકાંઠા અને અરવલ્લીના અનેક આદિજાતિ વિસ્તારોમાં બોગસ ડોક્ટરો કોઇની રહેમનજર હેઠળ આરોગ્યની દુકાન ચલાવી રોકડી કરી રહ્યા છે.