કાર્યવાહી@સાંતલપુર: પોલીસે ચોરીના 7 બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

અટલ સમાચાર, સાંતલપુર કોરોના મહામારી વચ્ચે સાંતલપુર પોલીસે વાહનચોરી કેસમાં એક ઇસમની અટકાયત કરી 7 બાઇક જપ્ત કર્યા છે. જીલ્લામાં સતત વધી રહેલા વાહનચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે જીલ્લા પોલીસવડાની સૂચનાથી સાંતલપુર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન પીએસઆઇને મળેલી ચોક્કસ બાતમી આધારે પોલીસે સાંતલપુરના રાણીસર ગામના એક ઇસમને ઝડપી પાડી 7 બાઇક જપ્ત કર્યા
 
કાર્યવાહી@સાંતલપુર: પોલીસે ચોરીના 7 બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

અટલ સમાચાર, સાંતલપુર

કોરોના મહામારી વચ્ચે સાંતલપુર પોલીસે વાહનચોરી કેસમાં એક ઇસમની અટકાયત કરી 7 બાઇક જપ્ત કર્યા છે. જીલ્લામાં સતત વધી રહેલા વાહનચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે જીલ્લા પોલીસવડાની સૂચનાથી સાંતલપુર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન પીએસઆઇને મળેલી ચોક્કસ બાતમી આધારે પોલીસે સાંતલપુરના રાણીસર ગામના એક ઇસમને ઝડપી પાડી 7 બાઇક જપ્ત કર્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યવાહી@સાંતલપુર: પોલીસે ચોરીના 7 બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો
જાહેરાત

પાટણ જીલ્લાની સાંતલપુર પોલીસે વાહનચોરી કેસ મામલે એક ઇસમને ઝડપી પાડ્યો છે. જીલ્લામાં કોરોના મહામારી વચ્ચે અને તે અગાઉ પણ બાઇકચોરીની ઘટનાઓ સામે આવી હતી. જેને લઇ પોલીસે લાલઆંખ કરી હોય તેમ સાંતલપુર પોલીસના પીએસઆઇ એચ.એલ.જોષીને ચોક્કસ બાતમી મળી હતી. જે આધારે પોલીસે જુમાભાઇ ફતેહમહમંદ હાસમભાઇ સીંધી (ડફેર) રહે.રાણીસર, તા.સાંતલપુર, જી.પાટણવાળાને ઝડપી પાડ્યો હતો.

પોલીસે રીકવર કરેલ મુદ્દામાલ

કાર્યવાહી@સાંતલપુર: પોલીસે ચોરીના 7 બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો