કાર્યવાહી@શામળાજી: બગડેલાં ટામેટાંની આડમાં લઇ જવાતાં દારૂ સહિત 3.50 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી શામળાજી પોલીસની ટીમે વાહન ચેકિંગ દરમ્યાન પીકઅપ ડાલામાં ટામેટાની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. શામળાજી પોલીસની ટીમે વાહન ચેકિંગમાં હોઇ રાજસ્થાન પાર્સિંગના એક ડાલાને શંકાના આધારે રોકાવી તલાશી લીધી હતી. જેમાં બગડેલાં ટામેટાની આડમાં લઇ જવાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે 1.47 લાખના
 
કાર્યવાહી@શામળાજી: બગડેલાં ટામેટાંની આડમાં લઇ જવાતાં દારૂ સહિત 3.50 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી

શામળાજી પોલીસની ટીમે વાહન ચેકિંગ દરમ્યાન પીકઅપ ડાલામાં ટામેટાની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. શામળાજી પોલીસની ટીમે વાહન ચેકિંગમાં હોઇ રાજસ્થાન પાર્સિંગના એક ડાલાને શંકાના આધારે રોકાવી તલાશી લીધી હતી. જેમાં બગડેલાં ટામેટાની આડમાં લઇ જવાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે 1.47 લાખના દારૂ સાથે ત્રણ ઇસમોએ ઝડપી પાડ્યા હતા. આ સાથે કુલ 4 ઇસમો વિરૂધ્ધ પ્રોહીબિશન લગત ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યવાહી@શામળાજી: બગડેલાં ટામેટાંની આડમાં લઇ જવાતાં દારૂ સહિત 3.50 લાખનો મુદ્દામાલ જપ્ત

અરવલ્લી SP સંજય ખરાતે જીલ્લામાં પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને શામળાજી PSI એ.આર.પટેલની ટીમ વાહનચેકિંગમાં હોઇ અણસોલ ચેક પોસ્ટ પરથી દારૂ ભરેલું પીકઅપ ડાલું ઝડપી પાડ્યુ છે. રાજસ્થાન પાર્સિંગના પીકઅપ ડાલામાં બગડેલા ટામેટાંની આડમાં લઇ જવાતાં વિદેશી દારૂની પેટીઓ નંગ-43 કિ.રૂ.1,47,120નો દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.3,50,120નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તરફ પવનસિંહ રાવત, રાજેન્દ્રસિંહ રાવત અને રાજેન્દ્રસિંહ રાવતને ઝડપી પાડી અન્ય એક ઇસમ મળી કુલ ચાર ઇસમો વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કાર્યવાહી@શામળાજી: બગડેલાં ટામેટાંની આડમાં લઇ જવાતાં દારૂ સહિત 3.50 લાખનો મુદ્દામાલ જપ્ત