કાર્યવાહી@શામળાજી: 3.82 લાખના દારૂ અને આઇસર સાથે 7.88 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર, શામળાજી કોરોના મહામારી વચ્ચે શામળાજી પોલીસે 3,82,500નો દારૂ ભરેલું આઇસર ઝડપી પાડતાં હડકંપ મચી ગયો છે. શામળાજી પોલીસનો સ્ટાફે પેટ્રોલિંગ દરમ્યાન આઇસર રોકાવી તલાશી લીધી હતી. આ દરમ્યાન આઇસરમાં ચોરખાનુ બનાવેલુ હોવાનું માલુમ પડતાં તપાસ કરતાં અંદરથી 3,82,500નો દારૂ ઝડપી પાડ્યો હતો. આ સાથે પોલીસે બે ઇસમોની અટકાયત કરી કુલ કિ.રૂ.7,88,450નો મુદ્દામાલ ઝડપી
 
કાર્યવાહી@શામળાજી: 3.82 લાખના દારૂ અને આઇસર સાથે 7.88 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર, શામળાજી

કોરોના મહામારી વચ્ચે શામળાજી પોલીસે 3,82,500નો દારૂ ભરેલું આઇસર ઝડપી પાડતાં હડકંપ મચી ગયો છે. શામળાજી પોલીસનો સ્ટાફે પેટ્રોલિંગ દરમ્યાન આઇસર રોકાવી તલાશી લીધી હતી. આ દરમ્યાન આઇસરમાં ચોરખાનુ બનાવેલુ હોવાનું માલુમ પડતાં તપાસ કરતાં અંદરથી 3,82,500નો દારૂ ઝડપી પાડ્યો હતો. આ સાથે પોલીસે બે ઇસમોની અટકાયત કરી કુલ કિ.રૂ.7,88,450નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યવાહી@શામળાજી: 3.82 લાખના દારૂ અને આઇસર સાથે 7.88 લાખનો મુદ્દામાલ જપ્ત

અરવલ્લી જીલ્લાની શામળાજી પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન દારૂ ભરેલું આઇસર ઝડપી પાડ્યુ છે. શામળાજી પોલીસે અણસોલ ગામની સીમમાં ચેકપોસ્ટ નેશનલ હાઇવે રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન એક આઇસર શંકાસ્પદ લાગતાં તેની તલાશી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. આરોપીઓએ દારૂ ઘુસાડવા માટે આઇસરમાં ગુપ્તખાનું બનાવ્યુ હોવાથી પોલીસે તે ગુપ્તખાનામાંથી તમામ દારૂનો મુદ્દામાલ બહાર નીકાળી જપ્ત કર્યો હતો.

કાર્યવાહી@શામળાજી: 3.82 લાખના દારૂ અને આઇસર સાથે 7.88 લાખનો મુદ્દામાલ જપ્ત

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોના મહામારી વચ્ચે અનલોકમાં છૂટ મળતાં દારૂની હેરાફેરીમાં પણ વધારો થયો છે. આ તરફ શામળાજી પોલીસે કાર્યવાહી દરમ્યાન આઇસરમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ-85, બોટલ નંગ-1020, કિ.રૂ.3,82,500નો ઝડપી પાડ્યો છે. આ સાથે આઇસરની કિ.રૂ.4,00,000 મોબાઇલ નંગ-3, કિ.રૂ.1500, રોકડ રકમ રૂ.4,450 મળી કુલ કિ.રૂ.7,88,450નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસે આ સાથે ઝડપાયેલા ઇસમો સામે પ્રોહી એક્ટની કલમ 65(A),(E),116-B,98(2),81 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દારૂ સાથે ઝડપાયેલા ઇસમોના નામ

  • રાજેશકુમાર રામેશ્વર શર્મા(પંડીત) રહે.ગામ, ભોગીપુર,રાજલું તા. ગનૌર, જી.સોનીપત(હરીયાણા)
  • પ્રદિપ રણધીરસિંહ ચમાર, રહે.ગામ, રિવાડા, તા.ગોહાના, જી. સોનીપત(હરીયાણા)