કાર્યવાહી@શામળાજી: કારમાં ગુપ્તખાનું બનાવી દારૂ લઇ જતાં ઝબ્બે, 4.67 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી શામળાજી પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન કારમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. અણસોલ ચેક પોસ્ટ પર વાહનચેકીંગમાં રહેલ શામળાજી પોલીસની ટીમે શંકાસ્પદ કારને રોકાવી હતી. જેમાં તપાસ કરતાં કારમાં બનાવેલાં ગુપ્તખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. આ સાથે ચાલકને ઝડપી પાડી અને અન્ય ઇસમો સામે શામળાજી પોલીસ
 
કાર્યવાહી@શામળાજી: કારમાં ગુપ્તખાનું બનાવી દારૂ લઇ જતાં ઝબ્બે, 4.67 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી

શામળાજી પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન કારમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. અણસોલ ચેક પોસ્ટ પર વાહનચેકીંગમાં રહેલ શામળાજી પોલીસની ટીમે શંકાસ્પદ કારને રોકાવી હતી. જેમાં તપાસ કરતાં કારમાં બનાવેલાં ગુપ્તખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. આ સાથે ચાલકને ઝડપી પાડી અને અન્ય ઇસમો સામે શામળાજી પોલીસ મથકે પ્રોહી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યવાહી@શામળાજી: કારમાં ગુપ્તખાનું બનાવી દારૂ લઇ જતાં ઝબ્બે, 4.67 લાખનો મુદ્દામાલ જપ્ત

અરવલ્લી જીલ્લાની શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. ગઇકાલે મોડીરાત્રે શામળાજી પોલીસને ટીમે અણસોલ ચેકપોસ્ટ પર એક શંકાસ્પદ કારને રોકાવી તલાશી લેતાં ચોંકી ઉઠી હતી. જ્યાં કારના ગુપ્તખાનામાં વિદેશીદારૂની બોટલો સંતાડેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે કારમાંથી 66,900નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે ચાલક ધર્મેન્દ્ર હોકમચંદ તેલ્લુરામ જાટ ઉ.વ.25, રહે.શાસ્ત્રીનગર(નાવરીગેટ), હિસાર,તા.જી.હિસાર(હરીયાણા)ને ઝડપી પાડ્યો છે.

કાર્યવાહી@શામળાજી: કારમાં ગુપ્તખાનું બનાવી દારૂ લઇ જતાં ઝબ્બે, 4.67 લાખનો મુદ્દામાલ જપ્ત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાજસ્થાનથી અરવલ્લી જીલ્લામાં થઇ ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો અવનવા કીમિયા અપનાવતાં હોય છે. ગઇકાલે રાત્રે કારમાં ગુપ્તખાનું બનાવી દારૂ લઇ જતો શખ્સ પોલીસના હથ્થે ચડી ગયો છે. પોલીસે કારમાંથી દારૂની બોટલો-ક્વાટર નંગ-194 કિ.રૂ.66,900નો દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે મોબાઇલ નંગ-1 કિ.રૂ.500 તથા સેવરોલેટ ગાડીની કિ.રૂ.4,00,000 મળી કુલ કિ.રૂ.4,67,400નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે ઇસમો સામે પ્રોહી કલમ 65(A)(E), 116B, 98(2), 81, 83 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કાર્યવાહી@શામળાજી: કારમાં ગુપ્તખાનું બનાવી દારૂ લઇ જતાં ઝબ્બે, 4.67 લાખનો મુદ્દામાલ જપ્ત