કાર્યવાહી@શામળાજી: 40 ગૌવંશ સહિત 15.24 લાખના મુદ્દામાલ સાથે 5 ઝબ્બે

અટલ સમાચાર, શામળાજી કોરોના મહામારી વચ્ચે અનલોકમાં મળેલી છૂટ વચ્ચે દારૂ અને પશુઓને કતલખાને લઇ જવાની હેરાફેરીમાં પણ વધારો થયો છે. અરવલ્લી એસઓજીની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીકથી કતલખાને લઇ જવાતા ગાયો-વાછરડાઓને બચાવી કન્ટેનર તથા પીકઅપ ડાલું કબજે કર્યુ છે. પોલીસે કાર્યવાહી દરમ્યાન પાંચ ઇસમોની અટકાયત કરી કુલ 15.24 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ
 
કાર્યવાહી@શામળાજી: 40 ગૌવંશ સહિત 15.24 લાખના મુદ્દામાલ સાથે 5 ઝબ્બે

અટલ સમાચાર, શામળાજી

કોરોના મહામારી વચ્ચે અનલોકમાં મળેલી છૂટ વચ્ચે દારૂ અને પશુઓને કતલખાને લઇ જવાની હેરાફેરીમાં પણ વધારો થયો છે. અરવલ્લી એસઓજીની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીકથી કતલખાને લઇ જવાતા ગાયો-વાછરડાઓને બચાવી કન્ટેનર તથા પીકઅપ ડાલું કબજે કર્યુ છે. પોલીસે કાર્યવાહી દરમ્યાન પાંચ ઇસમોની અટકાયત કરી કુલ 15.24 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યવાહી@શામળાજી: 40 ગૌવંશ સહિત 15.24 લાખના મુદ્દામાલ સાથે 5 ઝબ્બે

અરવલ્લી જીલ્લા એસઓજી સ્ટાફ તથા શામળાજી પોલીસ સ્ટેશન સ્ટાફ રતનપુર ચેકપોસ્ટ પાસે વાહનચેકિંગમાં હતો. આ દરમ્યાન બાતમી આધારે એક કન્ટેનરને અટકાવી તલાશી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે કન્ટેનરમાંથી ગાય-વાછરડાં નંગ-40 ગળા, મોઢે અને પગના ભાગે રસ્સી બાંધેલી મરણતોલ હાલતમાં ઝડપી પાડ્યા હતા. આ સાથે ટ્રકનું પાયલોટીંગ કરતું પીકઅપ ડાલું પણ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મોબાઇલ નંગ-5,કિ.રૂ. 4,000, ટ્રક કન્ટેનર કિ.રૂ.10,00,000, પીકઅપ ડાલા કિ.રૂ. 4,00,000, ગાય-વાછરડાં નંગ-40, કિ.રૂ. 1,20,000 તથા રોકડ રકમ મળી કુલ કિ.રૂ.15,24,450નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

કાર્યવાહી@શામળાજી: 40 ગૌવંશ સહિત 15.24 લાખના મુદ્દામાલ સાથે 5 ઝબ્બે

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અનલોકમાં મળેલી છૂટને કારણે રતનપુર ચેકપોસ્ટ વિસ્તારમાં દારૂ અને પશુઓની હેરાફેરી બેફામ બની છે. પોલીસે તમામ આરોપીઓ સામે ધી ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની 1954ની કલમ 5,8,9,10 તથા ધી ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017ની કલમ 6(એ), 8 તથા પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ 1960ની કલમ 11(1)(એ),(ડી),(ઇ)(એફ)(એચ) તથા એમ.વી.એક્ટની કલમ 177,192મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓ

  • ગુલામ મુસ્તુફા નારખા પઠાણ, રહે. મલ્હારગઢ, જુનુબજાર,તા. મલ્હારગઢ,જી.મન્દસોર(મધ્યપ્રદેશ)
  • ફારૂખ નજીર શેખ, રહે. હાજી કોલોની, નારસેલ રોડ, મન્દસોર(મધ્યપ્રદેશ)
  • શાહરૂખ બાબુડુંડ મુલતાની, રહે. બોલતગંજ, નવી વસ્તી,તા. મલ્હારગઢ, જી. મન્દસોર(મધ્યપ્રદેશ)
  • આશીક મુબારીક ટાડીયા, રહે. મુલતાનપુરા,તા.જી.મન્દસોર(મધ્યપ્રદેશ)
  • મુખ્તીયાર મોહમંદશકુર નીયાઘર(મુલતાની) રહે. દોલતપુરા,તા.મન્દસોર(મધ્યપ્રદેશ)

વોન્ટેડ આરોપીઓ

  • યુસુફ રહેમાન મુલતાની, રહે. મુલતાનપુરા, તા.જી.મન્દસોર
  • રાજા સોડા મુલતાની, રહે. મુલતાનપુરા,તા.જી. મન્દસોર