કાર્યવાહી@શામળાજી: ટ્રકમાંથી કેરેટની આડમાં લઇ જવાતો 6.12 લાખનો દારૂ ઝડપાયો, ચાલક ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી કોરોનાકાળ વચ્ચે શામળાજી પોલીસે ટ્રકમાં કેરેટની આડમાં સંતાડીને લઇ જવાતો 6.12 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આજે વહેલી સવારે અણસોલ ચેક પોસ્ટ ખાતે પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકિંગમાં હતા. આ દરમ્યાન એક શંકાસ્પદ ટ્રક આવતાં ચાલક પોલીસને જોઇ ટ્રક મુકી નાસી છુટ્યો હતો. જેથી સ્ટાફે PSIને જાણ કરી
 
કાર્યવાહી@શામળાજી: ટ્રકમાંથી કેરેટની આડમાં લઇ જવાતો 6.12 લાખનો દારૂ ઝડપાયો, ચાલક ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી

કોરોનાકાળ વચ્ચે શામળાજી પોલીસે ટ્રકમાં કેરેટની આડમાં સંતાડીને લઇ જવાતો 6.12 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આજે વહેલી સવારે અણસોલ ચેક પોસ્ટ ખાતે પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકિંગમાં હતા. આ દરમ્યાન એક શંકાસ્પદ ટ્રક આવતાં ચાલક પોલીસને જોઇ ટ્રક મુકી નાસી છુટ્યો હતો. જેથી સ્ટાફે PSIને જાણ કરી તપાસ કરતાં મોટીમાત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ફરાર ટ્રકચાલક સામે શામળાજી પોલીસ મથકે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યવાહી@શામળાજી: ટ્રકમાંથી કેરેટની આડમાં લઇ જવાતો 6.12 લાખનો દારૂ ઝડપાયો, ચાલક ફરાર

અરવલ્લી SP પોલીસવડા સંજય ખરાતે જીલ્લામાં પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને APC દિનેશભાઇ, અ.લો.ર જીતેન્દ્રસિંહ, ધવલકુમાર સહિતનો સ્ટાફ અણસોલ ચેકપોસ્ટ પર વાહનચેકીંગમાં હતો. આ દરમ્યાન વહેલી સવારે એક ટાટા ટ્રક આવતાં જેના ઉપર શંકા ગઇ હતી. જોકે પોલીસને જોઇ ચાલક ટ્રક મુકી ઝાડી-ઝાંખરાઓમાં થઇ ડુંગરો તરફ ફરાર થઇ ગયો હતો. આ દરમ્યાન સ્ટાફે PSI એ.એમ.દેસાઇને માહીતિ આપતાં તલાશી લેતાં વિદેશી દારૂ મળી આવ્યો હતો.

કાર્યવાહી@શામળાજી: ટ્રકમાંથી કેરેટની આડમાં લઇ જવાતો 6.12 લાખનો દારૂ ઝડપાયો, ચાલક ફરાર

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઇસમે ટ્રકમાં ખાલી બિનઉપયોગી કેરેટની આડમાં વિદેશી દારૂ સંતાડેલો હતો. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ-120, બોટલ નંગ-2040 મળી કુલ કિ.રૂ.6,12,200નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ સાથે ટ્રકની કિ.રૂ.7,00,000 મળી કુલ કિ.રૂ.13,12,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. શામળાજી પોલીસે ફરાર ઇસમ સામે પ્રોહીબિશન એક્ટ કલમ 65(A)(E), 116(B), 98(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.