કાર્યવાહી@શામળાજી: પરોઢીયે શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી, 5.18 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી શામળાજી પોલીસે વાહનચેકિંગ દરમ્યાન બોલેરોમાં શાકભાજીની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. શામળાજી પોલીસની ટીમ અણસોલ ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમ્યાન એક શંકાસ્પદ બોલેરો આવતી હોવાની ચાલકે પોલીસને જોઇ બોલેરો ગાડી સ્થળ પર મુકી ફરાર થઇ ગયો હતો. જે બાદમાં પોલીસે તલાશી
 
કાર્યવાહી@શામળાજી: પરોઢીયે શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી, 5.18 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી

શામળાજી પોલીસે વાહનચેકિંગ દરમ્યાન બોલેરોમાં શાકભાજીની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. શામળાજી પોલીસની ટીમ અણસોલ ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમ્યાન એક શંકાસ્પદ બોલેરો આવતી હોવાની ચાલકે પોલીસને જોઇ બોલેરો ગાડી સ્થળ પર મુકી ફરાર થઇ ગયો હતો. જે બાદમાં પોલીસે તલાશી લેતાં અંદરથી શાકભાજીની આડમાં લઇ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે બોલેરોમાંથી 1.18 લાખના વિદેશી દારૂ સાથે કુલ કિ.રૂ. 5.18 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્યવાહી@શામળાજી: પરોઢીયે શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી, 5.18 લાખનો મુદ્દામાલ જપ્ત

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી સુચના આપેલ છે. જે અનુસંધાને શામળાજી પોલીસની ટીમ અણસોલ ચેકપોસ્ટ પાસે વાહનચેકીંગમાં હતી. આ દરમ્યાન આજે વહેલી સવારે સાતેક વાગ્યે APC લાલસિંહ, અ.લો.ર રણધિરસિંહ વાહનચેકીંગ કરતાં હતા. આ તરફ એક મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડી આવતાં જેના ઉપર શક જતાં મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડીનો ચાલક દુરથી પોલીસ જોતા ગાડી ઉભી રાખી એકદમ નીચે ઉતરી જઈ ઝાડી ઝાંખરાઓનું ઓથ લઈ ડુંગર તરફ ભાગી ગયો હતો.

કાર્યવાહી@શામળાજી: પરોઢીયે શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી, 5.18 લાખનો મુદ્દામાલ જપ્ત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ટીમે તાત્કાલિક PSI એ.એમ.દેસાઇને માહીતિ આપતાં તપાસ કરી હતી. જેમાં શાકભાજીની આડમાં વિદેશી દારૂની દારૂની પેટીઓ નંગ-33 , કુલ બોટલ નંગ-396 મળી કુલ કિ.રૂા.1,18,800 નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ સાથે બોલેરો પીકઅપ ડાલાની કિ.રૂ.4,00,000 મળી કુલ કિ.રૂ. 5,18,800નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે ફરાર ઇસમ સામે પ્રોહી. એકટ 65(A),(E), 116B, 98(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.