કાર્યવાહી@શિહોરી: SOGએ બાતમી આધારે અફીણના જથ્થાં સાથે યુવકને ઝડપ્યો

અટલ સમાચાર, પાલનપુર શિહોરીમાં SOGની ટીમે અફીણના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે SOGની ટીમે પંચો સાથે રાખી શિહોરીમાં ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવી હતી. આ તરફ બાતમીવાળો બાઇકચાલક આવતાં તેને રોકી તલાશી લેતાં પેન્ટમાંથી અફીણનો જથ્થો મળી આવ્યો હતો. SOGએ યુવકને ઝડપી તેની પાસેથી 50,900નો મુદ્દામાલ ઝડપી પાડી શિહોરી
 
કાર્યવાહી@શિહોરી: SOGએ બાતમી આધારે અફીણના જથ્થાં સાથે યુવકને ઝડપ્યો

અટલ સમાચાર, પાલનપુર

શિહોરીમાં SOGની ટીમે અફીણના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. ગઇકાલે SOGની ટીમે પંચો સાથે રાખી શિહોરીમાં ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવી હતી. આ તરફ બાતમીવાળો બાઇકચાલક આવતાં તેને રોકી તલાશી લેતાં પેન્ટમાંથી અફીણનો જથ્થો મળી આવ્યો હતો. SOGએ યુવકને ઝડપી તેની પાસેથી 50,900નો મુદ્દામાલ ઝડપી પાડી શિહોરી પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે ગેરકાયદેસર માદક પદાર્થ અફીણનો જથ્થો ઝડપી કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને SOG PI ડી.આર.ગઢવી, PSI એચ.એલ.જોષી, ASI સાયબાભાઈ, કાંતીલાલ, UHC કલ્યાણસિંહ, વનરાજસિંહ, ભરતસિંહ, જીતેન્દ્રકુમાર, વિનોદકુમાર, અરજણભાઈ, UPC નરભેરામભાઈ, APC ભોજુભા, પરસોતમભાઈ, ડ્રા.પો.કોન્સ બેચરભાઈ, પ્રવિણભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે પંચો સાથે રાખી તેમણે શિહોરીમાં વોચ ગોઠવી હતી.

કાર્યવાહી@શિહોરી: SOGએ બાતમી આધારે અફીણના જથ્થાં સાથે યુવકને ઝડપ્યો

SOGને ચોક્કસ બાતમી મળી હતી કે, શિહોરી મેઇન રોડથી SBI બેંકવાળી ગલીમાં રાજેશકુમાર મનસુખભાઈ રાજગોર રહે, શિહોરીવાળો તેના મોટર સાયકલ ઉપર માદક પદાર્થ અફીણનો જથ્થો લઇ આવનાર છે. જે આધારે વોચ ગોઠવી આ યુવકને ઝડપી પાડી તેની તલાશી લેતાં ગેરકાયદેસર માદક પદાર્થ અફીણનો જથ્થો 500 ગ્રામ કી.રૂ.25,400નો મળી આવ્યો હતો. SOGએ આ સાથે મોબાઇલ ફોનની કિ.રૂ.500, મોટરસાયકલની કિ.રૂ.25,000 મળી કુલ કિ.રૂ.50,900નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. SOGએ આ મામલે શિહોરી પોલીસ મથકે અફીણનો જથ્થો લઇને જનાર અને મંગાવનાર બંને ઇસમો સામે ગુનો રજીસ્ટર કરાવ્યો છે. પોલીસે આરોપીઓ સામે નારકોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ 18(b), 29 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓના નામ

  1. રાજેશકુમાર મનસુખભાઇ રાજગોર, ગામ-શિહોરી, તા.કાંકરેજ, જી.બનાસકાંઠા
  2. મહેશભાઇ પટેલ, ગામ-પાટણ