કાર્યવાહી@સિધ્ધપુર: માસ્ક વગર ફરતાં 22 લોકો દંડાયા, જાહેરનામા ભંગ બદલ 5 વાહનો ડીટેઇન

અટલ સમાચાર, પાટણ સિધ્ધપુર પોલીસે આજે માસ્ક વગર ફરતાં 22 લોકો પાસેથી રૂ.22,000નો દંડ વસુલ કર્યો છે. આ સાથે માધુ પાવડિયા ઘાટ વિસ્તારમાંથી જાહેરનામાના ભંગ બદલ 05 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે. નોંધનિય છે કે, માધુ પાવડીયા ઘાટ ખાતે કોરોના સંક્રમણ ફેલાવાની શક્યતાઓને નિયંત્રણમાં રાખવા જિલ્લા કલેક્ટરે જાહેરનામા પ્રસિધ્ધ કર્યા બાદ સિદ્ધપુર પોલીસ દ્વારા ચુસ્ત
 
કાર્યવાહી@સિધ્ધપુર: માસ્ક વગર ફરતાં 22 લોકો દંડાયા, જાહેરનામા ભંગ બદલ 5 વાહનો ડીટેઇન

અટલ સમાચાર, પાટણ

સિધ્ધપુર પોલીસે આજે માસ્ક વગર ફરતાં 22 લોકો પાસેથી રૂ.22,000નો દંડ વસુલ કર્યો છે. આ સાથે માધુ પાવડિયા ઘાટ વિસ્તારમાંથી જાહેરનામાના ભંગ બદલ 05 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે. નોંધનિય છે કે, માધુ પાવડીયા ઘાટ ખાતે કોરોના સંક્રમણ ફેલાવાની શક્યતાઓને નિયંત્રણમાં રાખવા જિલ્લા કલેક્ટરે જાહેરનામા પ્રસિધ્ધ કર્યા બાદ સિદ્ધપુર પોલીસ દ્વારા ચુસ્ત અમલ કરાવવામાં આવી રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિધ્ધપુરમાં કારતક સુદ એકમથી કારતક સુદ પુનમ સુધી માધુ પાવડિયા ઘાટ ખાતે રાજ્યભરમાંથી તર્પણ વિધિ માટે શ્રદ્ધાળુઓ આવતા હોય છે. માત્ર તા.25 નવેમ્બરના રોજ એક જ દિવસમાં 06 હજાર જેટલા શ્રદ્ધાળુઓએ માધુ પાવડિયા ઘાટની મુલાકાત લીધી હતી. આ સ્થળે એકઠા થતાં લોકોના કારણે કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેની ચુસ્ત અમલવારી માટે સિદ્ધપુર પ્રાંત અધિકારી ડૉ.સુપ્રીયા ગાંગુલી અને નાયબ પોલીસ અધિક્ષક સી.એલ.સોલંકીની આગેવાનીમાં પોલીસ દ્વારા જાહેરનામાનો કડક અમલ થઈ રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સિદ્ધપુર પોલીસ દ્વારા પરવાનગી કરતાં વધુ મુસાફરો ભરીને જતા 05 જેટલા વાહનો ડિટેઈન કર્યા છે. મોટર વ્હિકલ એક્ટની કલમ-207 હેઠળ વાહનો ડિટેઈન કરી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માધુ પાવડિયા ઘાટ અને તેની આસપાસના વિસ્તારમાં લારી-ગલ્લાઓના પ્રવેશ પર પ્રતિબંધની સાથે સાથે વૃદ્ધો અને નાના બાળકોને પણ આ વિસ્તારમાં પ્રવેશ કરતાં અટકાવવામાં આવ્યા. સાથે જ બહારથી આવતાં મોટા વાહનોને માધુ પાવડિયા ઘાટથી 05 કિલોમીટર દૂરથી અટકાવવામાં આવે છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા ફેસ માસ્કના ફરજીયાત ઉપયોગના જાહેરનામાનો ભંગ કરવા બદલ માધુ પાવડિયા ઘાટ વિસ્તારમાંથી 22 લોકો પાસેથી પોલીસે રૂ.22,000નો દંડ વસુલ કર્યો છે.