કાર્યવાહી@સિધ્ધપુર: ગોડાઉનમાંથી 9.82 લાખના અનાજની ચોરી કેસમાં 5 ઇસમ ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર સિધ્ધપુર જીઆઇડીસીના ગોડાઉનમાંથી અનાજના 9.82 લાખના મુદ્દામાલની ચોરી કેસમાં પોલીસે સરાહનિય કામગીરી કરી છે. સિધ્ધપુર PIની ટીમે ચોક્કસ બાતમી મેળવી શંકાસ્પદ ઇસમોની પુછપરછ કરતાં તેમણે ચોરી કર્યાનું કબૂલ્યુ હતુ. પોલીસે ઇસમો પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ પણ રીકવર કર્યો છે. આ સાથે તમામ ઇસમોની ગાઇડલાઇન લગત કોવિડ ટેસ્ટ કરીને અટકાયત કરવામાં
 
કાર્યવાહી@સિધ્ધપુર: ગોડાઉનમાંથી 9.82 લાખના અનાજની ચોરી કેસમાં 5 ઇસમ ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર

સિધ્ધપુર જીઆઇડીસીના ગોડાઉનમાંથી અનાજના 9.82 લાખના મુદ્દામાલની ચોરી કેસમાં પોલીસે સરાહનિય કામગીરી કરી છે. સિધ્ધપુર PIની ટીમે ચોક્કસ બાતમી મેળવી શંકાસ્પદ ઇસમોની પુછપરછ કરતાં તેમણે ચોરી કર્યાનું કબૂલ્યુ હતુ. પોલીસે ઇસમો પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ પણ રીકવર કર્યો છે. આ સાથે તમામ ઇસમોની ગાઇડલાઇન લગત કોવિડ ટેસ્ટ કરીને અટકાયત કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિધ્ધપુરની જીઆઇડીસીના પ્લોટ નં.197માંથી 1 માર્ચથી 10 મે સુધીના કોઇપણ સમયે ચોરી થઇ હતી. જેમાં અજાણ્યાં તસ્કરો ગોડાઉનમાંથી 50 બોરી જીરૂ, 150 બોરી રાજગરો, 42 બોરી સરસવ મળી કુલ કિ.રૂ.9,82,500ના મુદ્દામાલની ચોરી કરી નાસી છુટ્યા હતા. જે બાદમાં અજાણ્યાં ઇસમો સામે સિધ્ધપુર પોલીસ મથકે આઇપીસી કલમ 454, 457, 380 મુજબ ગુનો રજીસ્ટર થયો હતો. આ તરફ રેન્જ આઇજી જે.આર.મોથાલિયા, SP અક્ષયરાજ અને DYSP સી.એલ.સોલંકીએ અનડિટેક્ટ ગુન્હો શોધી કાઢવા સુચના આપી હતી. જે બાદમાં સિધ્ધપુર PI ચિરાગ ગોસાઇએ તપાસ શરૂ કરતાં શંકાના આધારે ઇસમોને ઝડપી પાડી પુછપરછ કરતાં તેમને ચોરી કબૂલી હતી.

કાર્યવાહી@સિધ્ધપુર: ગોડાઉનમાંથી 9.82 લાખના અનાજની ચોરી કેસમાં 5 ઇસમ ઝબ્બે
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સિધ્ધપુર PI ચિરાગ ગોસાઇ અને PSI ડી.વી.ખરાડીની ચોક્કસ બાતમી મેળવી તપાસ શરૂ કરી હતી. જેમાં જીયો ફ્રેશના કર્મચારીની સંડોવણી હોવાનું ખુલતાં તમામને પોલીસ સ્ટેશન લાવી યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરી હતી. જેમાં મૌલિક બાબુજી રાણા, મૌલીક નવીનચંદ્ર ધોબી, દર્શનજી વજાજી રાજપુત, કેશરીસિંહ પહાડજી રાજપુત અને વિષ્ણુની નટવરજી રાજપુતે ભેગા મળી ચોરી કર્યાનું કબૂલ્યુ હતુ. પોલીસે તેમની પાસેથી કુલ કિ.રૂ.9,15,090નો મુદ્દામાલ કબજે કર્યો હતો.