કાર્યવાહી@સિધ્ધપુર: નદીના નેળીયામાં જુગાર રમતાં 9 ઇસમો ઝબ્બે, 34 હજારનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર સિધ્ધપુર પોલીસે આજે બપોરે અચાનક અશોક સિનેમા રોડ પર જુગારીઓ પર રેઇડ કરી હતી. આજે બપોરના સમયે પોલીસને ટીમે રેઇડ કરતાં જુગારીઓમાં દોડધામના દ્રશ્યો વચ્ચે કુલ 9 ઇસમો ઝડપાયા હતા. સિધ્ધપુર PIના માર્ગદર્શન હેઠળની ટીમે ચોક્કસ બાતમી આધારે રેઇડ કરી 9 જુગારીઓ સાથે રોકડ રકમ અને મોબાઇલો સહિત કુલ 34,570નો
 
કાર્યવાહી@સિધ્ધપુર: નદીના નેળીયામાં જુગાર રમતાં 9 ઇસમો ઝબ્બે, 34 હજારનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર

સિધ્ધપુર પોલીસે આજે બપોરે અચાનક અશોક સિનેમા રોડ પર જુગારીઓ પર રેઇડ કરી હતી. આજે બપોરના સમયે પોલીસને ટીમે રેઇડ કરતાં જુગારીઓમાં દોડધામના દ્રશ્યો વચ્ચે કુલ 9 ઇસમો ઝડપાયા હતા. સિધ્ધપુર PIના માર્ગદર્શન હેઠળની ટીમે ચોક્કસ બાતમી આધારે રેઇડ કરી 9 જુગારીઓ સાથે રોકડ રકમ અને મોબાઇલો સહિત કુલ 34,570નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે તમામ ઇસમો સામે સિધ્ધપુર પોલીસ મથકે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રેન્જ આઇજી જે.આર.મોથાલિયા અને પાટણ SP અક્ષયરાજે જીલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને સિધ્ધપુર PI ગોસાઇના માર્ગદર્શન હેઠળની ટીમે આજે શહેરમાં જુગારીઓ પર રેઇડ કરી હતી. આજે બપોરના સમયે ચોક્કસ બાતમી આધારે અશોક સિનેમા રોડ પરના નવાવાસમાં આવેલ વાલ્મિકીવાસના નાકે ગાડી ઉભી રાખી હતી. જે બાદમાં વાલ્મિકી વાસના પાછળના ભાગે સરસ્વતી નદીમાં જવાના નેળીયામાં આવતાં એક ઝાડ નીચે ઇસમો જુગાર રમતાં હતા. આ તરફ પોલીસને જોઇ જુગારીઓ દોડવા લાગતાં અફરાતફરીના માહોલ વચ્ચે પોલીસે 9 ઇસમોને ઝડપી પાડ્યા હતા.

કાર્યવાહી@સિધ્ધપુર: નદીના નેળીયામાં જુગાર રમતાં 9 ઇસમો ઝબ્બે, 34 હજારનો મુદ્દામાલ જપ્ત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સિધ્ધપુર પોલીસે ચોક્કસ બાતમી આધારે ભરબપોરે રેઇડ કરી 9 જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે કાર્યવાહી દરમ્યાન 9 ઇસમોની અંગઝડતી વખતે મોબાઇલ નંગ-5, કિ.રૂ.23,200 અને રોકડ રકમ રૂ.11,370 મળી કુલ કિ.રૂ.34,570નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે તમામ ઇસમો સામે સિધ્ધપુર પોલીસ મથકે જુગારધારાની કલમ 12 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

કાર્યવાહી@સિધ્ધપુર: નદીના નેળીયામાં જુગાર રમતાં 9 ઇસમો ઝબ્બે, 34 હજારનો મુદ્દામાલ જપ્ત
જુગારીઓના નામ