કાર્યવાહી@સિધ્ધપુર: કારમાંથી પોલીસે 22 પેટી વિદેશી દારૂ ઝડપી પાડ્યો

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર) કોરોના મહામારી વચ્ચે સિદ્ધપુર ઇન્ચાર્જ પી.આઈ અને પોલીસ ટીમ સવારે હાઇવે ઉપર સરસ્વતી નદીના પુલ પાસેથી વાહન ચેકિંગમાં હતી તે અરસામાં એક ગાડીમાંથી 22 પેટી ભારતીય બનાવતનો વિદેશી દારૂ કિંમત 99,000(રૂ.નવ્વાણું હજાર) પકડી પાડયો હતો તેમજ ગુનામાં ઉપયોગમાં એક ગાડી, મોબાઈલ સહિત બે ઇસમો ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ
 
કાર્યવાહી@સિધ્ધપુર: કારમાંથી પોલીસે 22 પેટી વિદેશી દારૂ ઝડપી પાડ્યો

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર)

કોરોના મહામારી વચ્ચે સિદ્ધપુર ઇન્ચાર્જ પી.આઈ અને પોલીસ ટીમ સવારે હાઇવે ઉપર સરસ્વતી નદીના પુલ પાસેથી વાહન ચેકિંગમાં હતી તે અરસામાં એક ગાડીમાંથી 22 પેટી ભારતીય બનાવતનો વિદેશી દારૂ કિંમત 99,000(રૂ.નવ્વાણું હજાર) પકડી પાડયો હતો તેમજ ગુનામાં ઉપયોગમાં એક ગાડી, મોબાઈલ સહિત બે ઇસમો ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કાર્યવાહી@સિધ્ધપુર: કારમાંથી પોલીસે 22 પેટી વિદેશી દારૂ ઝડપી પાડ્યો

પાટણ જિલ્લાની સિધ્ધપુર પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. સિદ્ધપુર ઇ.,પીઆઇ પી.એસ.ગૌસ્વામી અને પોલીસના માણસો આજરોજ સવારે 9:50 કલાકે સિદ્ધપુર હાઈવે પર વાહનચેકિંગ માં હતા તે અરસામાં બાતમી મળેલ કે, પાલનપુર તરફથી મહેસાણા તરફ એક સફેદ હોન્ડા કાર નં.જીજે.19.એએફ.3024 માં દારૂ જનાર છે.આ ગાડી આવતા તેને અટકાવી ઝડતી લેતા તેમાં ગાડીની પાછળની સીટ અને પાછળની ડેકીમાં પૂંઠાના ખોખામાં મેકડોવેલ્સ નંબર વનની હરિયાણા બનાવટ નો 22 પેટીમાં ભરેલો 264 નંગ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.આ અંગે પૂછતાં આ દારૂ ઉદેપુરથી ફતેસિંહ રહે. નોવા (માવલી),ઉદેપુરવાળાએ મહેસાણા જઈ રાધનપુર ચોકડી ઉપર જઇ આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી ડિલિવરી કરવાનું જણાવી ટ્રીપ મારવા કહ્યું હોવાની વિગત પોલીસને જણાવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, દારૂની ખેપમાં વપરાયેલી આ ગાડી સુરતની એક પાર્ટીના નામે હોવાનું તેમજ વાહનચાલક પાસે લાયસન્સ,આર.સી બુક કે વીમો પણ ના હોવાનું જાણવા મળેલ છે. સિદ્ધપુર પોલીસે આ ગાડીના ચાલક પુષ્કરલાલ કુકારામ ભેરાજી ડાંગી (પટેલ), રહે.નોવા, તા.માવલી જી.ઉદેપુર વાળાની ધરપકડ કરી હતી. સિદ્ધપુર પોલીસે નવ્વાણું હજારના દારૂ સહિત આ ગુનામાં વપરાયેલ ગાડી અંદાજીત કિંમત પાંચ લાખ,બે મોબાઈલ કિ.ચાર હજાર સહિત 6,03,000 નો મુદ્દામાલ ઝડપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.