કાર્યવાહી@સુરત: લોકડાઉનના ભંગ સામે કિશોરને ઢોર માર માર્યો, પોલીસકર્મી સસ્પેન્ડ

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસને લઇ લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે સુરતમાં એક માસૂમ બાળકને માર મારવાનો વિડીયો સામે આવ્યો હતો. વાયરલ વિડીયોના આધારે તપાસ હાથ ધરી એસઆરપીના એએસઆઇ લાલજી દીતાભાઇને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આજ રોજ પાંડેસરા વિસ્તારમાં એક એસઆરપી જવાન દ્વારા 13થી 14 વર્ષના એક માસુમ માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળતા તેની
 
કાર્યવાહી@સુરત: લોકડાઉનના ભંગ સામે કિશોરને ઢોર માર માર્યો, પોલીસકર્મી સસ્પેન્ડ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસને લઇ લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે સુરતમાં એક માસૂમ બાળકને માર મારવાનો વિડીયો સામે આવ્યો હતો. વાયરલ વિડીયોના આધારે તપાસ હાથ ધરી એસઆરપીના એએસઆઇ લાલજી દીતાભાઇને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આજ રોજ પાંડેસરા વિસ્તારમાં એક એસઆરપી જવાન દ્વારા 13થી 14 વર્ષના એક માસુમ માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળતા તેની પાસે ઉઠક-બેઠક કરાવી 8થી 10 દંડા ફટકારવા ઉપરાંત દંડો છુટ્ટો મારી અમાનવીય વ્યવહાર કર્યાનો વિડીયો વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જીવલેણ કોરોના વાયરસ સામે પોલીસ જવાનોની મદદમાં પેરા મિલીટ્ર ફોર્સને પણ તૈનાત કરવામાં આવી છે. જે વિસ્તારમાં લોકો મહત્તમ ઘરની બહાર નીકળી રહ્યા છે તેવા વિસ્તારમાં પેરા મિલીટ્રી ફોર્સને ફિક્સ પોઇન્ટ પર ફરજ સોંપવામાં આવી છે. દરમ્યાનમાં આજ રોજ શહેરીજનોના સોશિયલ મિડીયા પર એક વિડીયો વાયરલ થયો હતો. વિડીયોમાં પીળા કલરનું ટી-શર્ટ પહેરેલો 13થી 14 વર્ષનો માસુમ માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નીકળ્યો હતો અને એસઆરપી જવાનની ઝપટમાં ચઢી ગયો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, જવાને માસુમને સમજાવીને ઘરે મોકલવાને બદલે તેણે કોઇ બહુ મોટો ગુનો કર્યો હોય તેમ ઉઠક-બેઠક કરાવી હતી. આ સાથે દંડો લઇ તેની ઉપર વરસી પડયો હતો અને 8થી 10 જેટલા દંડા ફટકાર્યા હતા. સ્વબચાવ માટે માસુમ ભાગે છે તો એસઆરપી જવાન તેને છુટ્ટો દંડો પણ માર્યો હોવાનું વિડીયોમાં નજરે પડી રહ્યું છે. આ વિડીયો પાંડેસરા દક્ષેશ્વરનગર નજીક મમતા મંડપ વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે. વાયરલ વિડીયોના આધારે તપાસ હાથ ધરી એસઆરપીના એએસઆઇ લાલજી દીતાભાઇને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે એએસઆઇ લાલજી રાજપીપળા એસઆરપી ગૃપ 18 માં ફરજ બજાવે છે અને તેઓ હાલ લોક્ડાઉનમાં બંદોબસ્ત માટે પાંડેસરા વિસ્તારમાં આવ્યા હતા.