આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરત એસઓજી અને ગુજરાત એટીએસની ટીમે ચોક્કસ વિગતો આધારે બોગસ વિઝા-પાસપોર્ટ બનાવતાં ઇસમને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં આરોપી પોતે 25 વખત ગેરકાયદે રીતે બાંગલાદેશ જઈ આવ્યો હોવાનું ખુલ્યુ છે. ATSએ તેની પાસેથી નેપાળ, તુર્કી, કેનેડા, અમેરિકા, પેરુ, નાઈજિરિયા વિગેરે દેશોના વિઝા હોય તેવા પાસપોર્ટની કોપીઓ પણ મળી આવી હતી. ગુજરાત એ.ટી.એસની ટીમને માહિતી મળી હતી કે, સુરતમાં અમરોલીમાં એક મુસ્લિમ વ્યક્તિ બોગસ પાસપોર્ટ અને બોગસ વિઝા બનાવી આપીને અમુક લોકોને વિદેશ મોકલે છે. જેને આધારે એ.ટી.એસની ટીમની સાથે સુરત એસ.ઓ.જી.ની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરત પોલીસની ટીમે અમરોલી મોટા વરાછાના જાદવ ફળિયુંના એક ઘરમાં રેડ કરી હતી. જયાંથી પોલીસે મોહમ્મદ ઈરફાન ઐયુબ ઈસ્માઈલ આદમને ઝડપી લીધો હતો. પોલીસે તેના ઘરની તલાશી લેતા ઘરમાંથી નેપાળ, અર્મેનિયા, તુર્કી, મલેશિયા, દક્ષિણ આફ્રિકા, કેનેડા, અમેરિકા, પેરુ અને નાઇજિરિયા વિગેરે દેશના વિઝા લાગેલા પાસપોર્ટ મળી આવ્યા હતા. વધુમાં ઈરફાન આદમ અલગ અલગ લોકોને થાણે મહારાષ્ટ્ર તથા દિલ્હી સહિત ભારત દેશની જુદી જુદી પાસપોર્ટ ઓફીસ ખાતેથી બોગસ નામે પાસપોર્ટ મેળવી આપવામાં પણ મદદ કરી છે. તેમજ ડોમિનિકન આઈ.ડી. પાસપોર્ટ માટે જે ઇન્વેસ્ટમેન્ટ સર્ટીફીકેટ જોઈતું હોય છે તેની કોપીઓ પણ મળી આવી હતી, જેમાં ૧૩૮ દેશ એવા છે કે, ડોમિનિકન ઇન્વેસ્ટમેન્ટનું સર્ટીફીકેટ હોય તો તે દેશનું નાગરિકત્વ આસાનીથી મળી જતું હોય છે. જે ચોકાવનારી હકીકત કહી શકાય.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પોલીસે જ્યારે ઈરફાનનો મોબાઈલ ફોન ચેક કરતા બીજી પણ ઘણી માહિતીઓ મળી આવી હતી. જેમાં વોટ્સએપ ચેટમાં તે એમ કહે છે કે, એરપોર્ટ પર પોતાનું સેટિંગ છે. તેમજ પાકિસ્તાની બાંગ્લાદેશીને પાકિસ્તાનથી યુરોપ, સાઉથ આફ્રિકા, કેનેડા તથા યુ.કે.માં મોકલાવેલા છે. આ ઉપરાંત તેના ફોનમાંથી બીજી પણ એવી વાત પોલીસને જાણવા મળી છે કે, ભારતની બે યુવતીઓને બાંગ્લાદેશના પાસપોર્ટ અને વિઝાને આધારે દુબઈમાં સેટ કરવાની છે. આ સિવાય ઈરફાન આદમ એ લોકન નામની એક એડ. વેબસાઈટ પર પણ અશ્લીલ પોસ્ટ મૂકી હતી અને તેની સામે સુરત, ભરૂચ, વડોદરા, મેહસાણા, મુંબઈ અને કોલકાતામાં પણ ઠગાઈના ગુના નોંધાયા છે. દરેક ગુનામાં રૂપિયા લઈને નકલી વિઝા અને પાસપોર્ટ આપી દેવામાં આવતો હતો. આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, તે સુરતની બે યુવતીને કોલકાતાથી બાંગ્લાદેશ લઈ જઈ ત્યાં એક મહિનો રાખી યુવતીના જન્મનો બોગસ દાખલો બનાવી દુબઈ અને ત્યાંથી કેનેડા મોકલવાનો હતો. ઈરફાન કોની પાસે પાસપોર્ટ અને વિઝા બનાવતો હતો અને એરપોર્ટ ઓથોરીટીના કોઈ અધિકારી કે કર્મચારી તેના રેકેટમાં સામેલ છે કે નહિ તેની વધુ તપાસ હાથ ધરાઇ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code