કાર્યવાહી@સુરત: ગેંગસ્ટર સાજુ કોઠારીની મુંબઈથી ધરપકડ, ગેંગ સામે GUJCTOCની ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક અમદાવાદ એટીએસની ટીમે ગઇકાલે મુંબઇથી ગેંગસ્ટર સાજુ કોઠારીની ધરપકડ કરી હોવાની વિગતો સામે આવી છે. સુરતના માથાભારે સાજુ કોઠારીની અમદાવાદ ATSએ મુંબઈની હોટલમાંથી ધરપકડ કરી છે. નોંધનિય છે કે, કોઠારી ગેંગ સામે ગુજસીટોકની ફરિયાદ નોંધાઈ છે. ગંગ સામે હત્યા, અપહરણ, લૂંટ અને ખંડણી જેવા ગુનાની પણ ફરિયાદ નોંધાયેલી છે. સાજુ
 
કાર્યવાહી@સુરત: ગેંગસ્ટર સાજુ કોઠારીની મુંબઈથી ધરપકડ, ગેંગ સામે GUJCTOCની ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ એટીએસની ટીમે ગઇકાલે મુંબઇથી ગેંગસ્ટર સાજુ કોઠારીની ધરપકડ કરી હોવાની વિગતો સામે આવી છે. સુરતના માથાભારે સાજુ કોઠારીની અમદાવાદ ATSએ મુંબઈની હોટલમાંથી ધરપકડ કરી છે. નોંધનિય છે કે, કોઠારી ગેંગ સામે ગુજસીટોકની ફરિયાદ નોંધાઈ છે. ગંગ સામે હત્યા, અપહરણ, લૂંટ અને ખંડણી જેવા ગુનાની પણ ફરિયાદ નોંધાયેલી છે. સાજુ કોઠારી ગેંગ સામે 15થી વધુ ગુના નોંધાયા છે. આ સાજુએ પોતે વિલન હોય તેવી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરત શહેરના નાનપુરા જમરૂખગલીમાં રહેતા માથાભારે સાજુ ઉર્ફે સજ્જુ ગુલામ મોહંમદ કોઠારીની અમદાવાદ ATSએ મુંબઈની હોટલમાંથી ધરપકડ કરી લીધી છે. નાનપુરાની સજ્જુ કોઠારી ગેંગ સામે ગુજસીટોકની ફરિયાદ નોંધાયેલી છે. પોલીસ પર હુમલો કરવા, ધમકી આપવા, રૂપિયા અને જમીન પડાવી લેવા સહિતના અનેક ગુનાઓ તેમના વિરૂદ્ધ દાખલ થઇ ચૂક્યા છે. અગાઉ તેની ધરપકડ પણ થઇ ચૂકી છે. જોકે ફેબ્રુઆરી મહિનામાં સુરતમાં પાંચમી ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો હતો.